Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ ૨૧ પર્વતની તળેટી પર ઊંટ લગભગ જોવા નથી મળતું. મોટે ભાગે એ રણપ્રદેશમાં જ જોવા મળે છે. શું ઊંટને પર્વતનો ડર લાગતો હોય છે ? શું રણપ્રદેશ ઊંટને સલામત લાગતો હોય છે ? આના પર કંઈક પ્રકાશ પાડો એમ ઈચ્છું છું. જ્યોતીન્દ્ર, પર્વતથી દૂર રહેવાના અને રણપ્રદેશની નજીક વસવાના ઊંટના સ્વભાવ પાછળ શું કારણ હશે એની તો ઊંટને પોતાને જ ખબર હોય ને ? કારણ કે એ પશુ છે, આપણે માણસ છીએ. પશુ-પંખીની ચેષ્ટા અંગે માણસ વધુમાં વધુ અનુમાન જ કરી શકે પણ એ અનુમાનને હકીકતનું પીઠબળ હોય જ એવું નિશ્ચિત્ત તો શેં કહી શકાય ? પણ, ઊંટ અંગે તે જે કાંઈ લખ્યું છે એ બધું ય અહંકારને બરાબર લાગુ પડે છે અને એટલે જ અહીં એ સંદર્ભમાં કેટલીક વાત તને હું જણાવવા માગું છું. અહંકારની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે એ ક્યારેય પોતાનાથી ચડિયાતાની દોસ્તી કરવા તૈયાર હોતો નથી. પવંત પાસે જતાં ઊંટ એટલા માટે મોભ અનુભવતું હશે કે પર્વતની આગળ એ સાવ વામણું જ લાગતું હશે જ્યારે રણપ્રદેશ આગળ તો એ પોતે જ પર્વતતુલ્ય બની જતું હશે. હા. નંબર એક પર જ હેવું, વિશિષ્ટ જ બનવું, બધાયની આગળ જ રહેવું, પોતાના તરફ જ બધાયનું ધ્યાન કેન્દ્રિત રાખવું, બધા કરતા અલગ જ તરી આવવું, આ જ તો અહંકારની માગ હોય છે, ખાસ હોય છે અને ભૂખ હોય છે. અને એ માગ, પ્લાસ અને ભૂખ સંતોષવા એ કાયમ માટે પોાતના કરતાં જે નીચે હોય છે. પાછળ હોય છે એની જ સાથે દોસ્તી કરતો હોય છે. ૪૧

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100