Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 40
________________ અને ભવિષ્યની ચિંતા એ બંને ભેગા થઈને તારા વર્તમાનનું બલિદાન લઈને જ રહેતા હોય તો સમજણપૂર્વક તારે એ ગલત રાહેથી પાછા ફરીને તારા વર્તમાનને સાચવી લેવો જોઈએ. વર્તમાનનો સદુપયોગ કરી લેવો જોઈએ. એક અતિ મહત્ત્વની વાત તને કરું ? આજે તને જે અતીત લાગે છે એ પણ એક વાર તો તારા હાથમાં વર્તમાન બનીને જ આવ્યો હતો અને આજે તને જે ભવિષ્ય લાગે છે એ પણ તારા હાથમાં જ્યારે પણ આવવાનું છે ત્યારે વર્તમાન બનીને જ આવવાનું છે. - જો વર્તમાનને ચૂકતા જ રહેવાની તને આદત પડી જશે તો જીવનના અંત સમય સુધી તું એ જ માનસિક તનાવ અનુભવતો રહેવાનો કે જે તું અત્યારે અનુભવી રહ્યો છે ! વાંચી લે એક વિચારકની આ પંક્તિઓ – | ‘ગઈકાલના અફસોસથી અને આવતીકાલની ચિંતાથી જો હૃદયને ભરી દેશો તો આજે તમારી પાસે આભાર માનવા માટે કાંઈ જ બચ્યું નહીં હોય !”

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100