Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ વૈર્ય, એક વાત તું સતત આંખ સામે રાખજે કે માણસ ‘વિરોધ’માં તો હજી ય સ્વસ્થતા ટકાવી શકે છે પરંતુ ‘ઉપેક્ષા’માં તો તૂટી જ જાય છે. જે માળીએ બગીચાને ઊભો કરવામાં અને લીલોછમ રાખવામાં જિંદગીના મહત્ત્વનાં વરસો ખરચી નાખ્યા હોય એ માળી પોતાના જ બગીચામાં પોતાના જ પુત્રોથી જ્યારે ઉપેક્ષિત થઈ રહ્યો હોય ત્યારે એ માળીની મનોદશા કેવી કરુણ થઈ જતી હશે, એની તને કોઈ કલ્પના નથી. . એટલું જ કહીશ તને કે તારાં માતા-પિતા આજે નકામાં નથી થઈ ગયા પણ આવા ઉપકારી માતા-પિતાને ‘નકામાં માની બેઠેલું તારું મન જ નકામું - વિકૃત અને ભયંકર બની ગયું છે. માતા-પિતા તારા માટે બોજરૂપ નથી પરંતુ ગટર જેવું ગંધાતું તારું ખુદનું મન જ તારા માટે બોજરૂપ છે. મારી તને એક જ સલાહ છે. તારા મનને તું સુધારી દે. તારા મનને તું અત્તરની દુકાન જેવું બનાવી દે. પછી આ માતા-પિતા તને નકામાં નહીં લાગે, વિશ્રામરૂપ લાગશે ! ૩૮

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100