Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ તનાવદાયક પુરવાર થયાનો તારો અનુભવ પણ સો ટકા સાચો જ છે. આમાં વિરોધાભાસ ભલે દેખાતો હોય પણ વિરોધાભાસ જેવું કાંઈ જ નથી. કારણ કે, તારો આજનો ધર્મ નવા વ્યાયામની કળાઓ છે, એ તને કષ્ટદાયક લાગવાનો જ છે પરંતુ એ છતાં ય તું જો એ ધર્મને લાંબા સમય સુધી પકડી જ રાખીશ તો આવતી કાલે એ ધર્મ તારા માટે વિશ્રામનું કારણ બનીને જ રહેશે. તૈજસ, મારો પોતાનો આ જ અનુભવ છે. સંયમજીવનના શરૂઆતના દિવસો મારા માટે ય કષ્ટદાયક જ હતા પણ આજે ? પ્રસન્નતાના એ ગગનમાં મારું મન અત્યારે ઊડી રહ્યું છે કે જે પ્રસન્નતા કદાચ ચક્રવર્તીના અનુભવનો વિષય પન્ન નહીં બનતી હોય ! કારણ ? આ જ. ધર્મ મેં સતત પકડી જ રાખ્યો. ધર્મારાધનાનો રસ મેં સતત જાળવી જ રાખ્યો. મારી તને પણ આ જ સલાહ છે. ધર્મક્ષેત્રના તારા અત્યારના અનુભવને વજન આપ્યા વિના ધર્મ નું ચાલુ જ રાખ. ન્યાલ થઈ જઈશ. ૩

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100