Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 35
________________ ધર્મ આત્માને વિશ્રામમાં લઈ જાય છે એવું સાંભળીને ધર્મમાર્ગે પ્રવૃત્ત તો થયો પરંતુ કહેવા દો મને કે ધર્મ મારા માટે કષ્ટકારક અને તનાવદાયક જ પુરવાર થયો છે. મેં સાંભળ્યું એ ખોટું કે મારો અનુભવ ખોટો છે? તૈજસ, તારા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં મારે તને એક એવી વાત જણાવવી છે કે જે વાત સમજાતાં જ તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે. જવાબ આપ. વ્યાયામ માણસ શા માટે કરે છે? શરીરને થકવી નાખવા કે તંદુરસ્ત રાખવા ? તારો આ જ જવાબ હશે કે શરીરને તંદુરસ્ત રાખવા ! હવે બીજો જવાબ આપ. નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે કે તાજગી આપે છે? જવાબ તારો આ જ હશે કે નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે. આ તો પ્રશ્ન એ છે કે વ્યાયામ જો શરીરને થકવી જ નાખે છે તો પછી માણસ વ્યાયામ કરે છે શું કામ? એટલા માટે કે એ જ વ્યાયામ જો સતત ચાલુ જ રહે છે તો લાંબે ગાળે એ વ્યાયામ શરીર માટે લાભદાયક પુરવાર થઈને જ રહે છે. ટૂંકમાં, નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે પણ એ જ વ્યાયામ જો અભ્યાસરૂપ બની જાય છે તો અભ્યાસરૂપ બની. જતો એ વ્યાયામ શરીર માટે તાજગીદાયક પુરવાર થઈને જ રહે છે. ‘ધર્મ આત્માને વિશ્રામમાં લઈ જાય છે... જ્ઞાનીનું આ વચન જો સો ટકા સાચું છે તો ધર્મ તારા માટે કષ્ટકારક અને પણ છે. આ ૩૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100