Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ પ . તૈયારી નથી. એ વેદના ભોગવવા તૈયાર છે પણ વિધેયાત્મક અભિગમ સાથે દોસ્તી જમાવી દેવા એ તૈયાર નથી. એક પ્રયોગ બતાવું? ધાર કે તારા શરીરમાં ૧૦૨ ડિગ્રી તાવ છે. શરીર તારું ધખે છે, પગ તારા તૂટે છે, માથું તારું ભમે છે, પેટ તારું ખેંચાય છે. આ સ્થિતિમાં મન તારું એમ કહે છે કે “આટલો બધો તાવ? આટલી બધી કળતર ?” અહીં અપનાવી લે સમ્યક દૃષ્ટિકોણ. ‘આટલો જ તાવ ? અને માત્ર તાવ જ ? અલ્સર નહીં ? કૅન્સર નહીં? ઝાડા નહીં ? લોહીની ઊલટી નહીં ? પ્રભુ, તારી પરમ કરુણા કે આટલી જ વેદના મારે લમણે ઝીંકાઈ !” શું તું એમ માને છે કે આ દૃષ્ટિકોણ અપનાવ્યા પછી ય તારું મન ઉદ્વિગ્નતાનું શિકાર બન્યું રહેશે? હરગિજ નહીં. સર્પ [દુઃખ ભલે હટે નહીં, એનામાં રહેલ ઝેર [ગલત દૃષ્ટિકોણ ને દૂર કરી દે. પછી તારે ડરવાનું કોઈ કારણ નહીં રહે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100