Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ રણપ્રદેશના લાંબા પટ પર દોડી રહેલ ઊંટ કોની નજરમાંથી બાકાત રહી જતું હશે એ પ્રશ્ન છે અને વિરાટ પર્વત પાસે ઊભું રહી જતું ઊંટ કોની નજરનો વિષય બનતું હશે એ પ્રશ્ન છે. અહંકારને આ વાસ્તવિકતાનો બરાબર ખ્યાલ હોય છે અને એટલે જ એ ક્યારેય પોતાના કરતા નીચલી કક્ષાએ રહેલા સાથે દોસ્તી જમાવી લેવાની તકને જતી કરતો નથી તો પોતાના કરતા આગળ રહેલા સાથે દોસ્તી કરવાની સ્વપ્નમાં ય એ ભૂલ કરતો નથી. પણ સબૂર ! આ શૈલીમાં જીવી રહેલ અહંકાર પોતાના તરફ સહુનું ધ્યાન આકર્ષિત કરવામાં ભલે સફળ બનતો હશે પણ પોતાનું શુદ્ધીકરણ કરવામાં અને એ શુદ્ધીકરણ કરવા દ્વારા સિદ્ધિગતિને પામી જવામાં તો એ ક્યારેય સફળ બનતો નથી. દડો તારા મેદાનમાં છે. વિશિષ્ટ બન્યા રહેવા દ્વારા વિકાસની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દેતા ઓ અહંકાર ! તારી સાથે મારે કિટ્ટા છે! ૪ ૨

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100