Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ ૧૬ સંસારી માણસ રડતો હોય, દુઃખી હોય, ઉદ્વિગ્ન હોય એ તો સમજાય છે પરંતુ પ્રભુનો ભક્ત પણ જો રડતો જ હોય, દુઃખી અને ઉદ્વિગ્ન જ હોય તો પછી હાસ્ય કોના મોઢા પર જોવા મળવાનું? ચિંતન, સંસારી માણસ હસતો પણ હોય ને, તો ય એના હાસ્યનું કોઈ મૂલ્ય નથી કારણ કે જે સામગ્રીના કારણે, જે સંયોગના કારણે કે જે સંબંધના કારણે એના મુખ પર હાસ્ય ફરકતું જોવા મળે છે એ સામગ્રી, એ સંયોગ અને એ સંબંધ તો તકલાદી છે, કેળના તાર કરતાં પાતળા એવા પુણ્યના પાયા પર એ ઊભા થયા છે. જ્યાં એ પાયો હલ્યો, એ તમામ સામગ્રી, સંયોગ અને સંબંધમાં કડાકો બોલાયો જ સમજો અને એ પાયો હલવાનું નિશ્ચિત્ત જ છે. પ્રશ્ન માત્ર સમયનો છે. પણ સબૂર ! પ્રભુભક્ત જો રડતો દેખાતો હોય, દુઃખી અને ઉદ્વિગ્ન જણાતો હોય તો એટલું જ કહીશ તને કે આ જગતમાં વખાણવા જેવું સુખ જો કોઈનું ય હોય તો એ માત્ર સંયમીનું જ છે તો આ જગતમાં વંદન કરવા જેવું દુઃખ જો કોઈનું ય હોય તો એ માત્ર પ્રભુભક્તનું જ છે. કારણ? આ જ કે ભક્તના દુ:ખના કેન્દ્રમાં પ્રભુવિરહની વ્યથા હોય છે, પ્રભુમિલનની પ્યાસ હોય છે. આ વ્યથા અને આ પ્યાસ અને પ્રભુ સાથે મિલન કરાવીને જ રહેતા હોય છે. અરે, એને ખુદને સમય જતા પરમાત્મા બનાવીને જ રહેતા હોય છે. શું કહું તને? ૩૧

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100