Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ હાજર જ હોય છે એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં તું છે ખરો ? યાદ તો છે ને તને કે તું જંગલનાં પશુઓ વચ્ચે નથી રહેતો પણ સમાજના માણસો વચ્ચે રહે છે. અત્તરની દુકાનમાં કામ કરનાર માણસ, દુકાનમાં આવતા દરેક માણસને જો અત્તર જ દેખાડતો રહે છે, વિષ્ટા નહીં; તો તારા પરિચયમાં આવતી દરેક વ્યક્તિને તારામાં રહેલ માણસાઈનાં દર્શન જ થવા જોઈએ, પશુતાનાં નહીં - એટલું નક્કી નહીં ? ભૂલીશ નહીં કે અસંભવને સંભવ બનાવવાની ચેષ્ટા કરવા જતાં સંભવને ‘સંભવ' બનાવવાની હાથમાં રહેલ અમૂલ્ય તક પણ વેડફાઈ જતી હોય છે. ઇચ્છું છું હું કે તારા જીવનમાં આ કરુણતા ન જ સર્જાય. મહાનતાની તારા અંતરમાં જાગી જતી આકાંક્ષાને હું હૃદયથી નમસ્કાર કરું છું પણ હમણાં માણસાઈને જીવંત રાખવાના પ્રયત્નોમાં લાગી જા. એમાં મળતી સફળતા આવતી કાલે તને મહાનતાનો પત્ર સ્વામી બનાવીને જ રહેશે. ३०

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100