Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ હળવાશ સાથે સ્ટેશને ઊતરી ગયો હતો. મારે તને આ જ વાત જણાવવી છે. મોતનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તું શાંતિ, મસ્તી અને પ્રસન્નતા અનુભવી શકીશ કે કેમ એ તારા પર નિર્ભર છે. જો તારી પાસે પરિગ્રહ ઓછો હશે, અપેક્ષાઓ ઓછી હશે, આસક્તિ માંદલી હશે, આગ્રહવૃત્તિ કાબૂમાં હશે તો મોતને શાંતિદાયક બનાવતા તને કોઈ જ તકલીફ નહીં પડે. R પણ, દુનિયાભરના પદાર્થો પામી જવાની પ્રબળ આકાંક્ષા તારા મનમાં રમતી હશે, પાંચ ગાડી, ત્રણ બંગલા, છ ફૅક્ટરી અને સો કરોડનું ટર્નઑવર’ આવા જાલિમ પરિગ્રહના ભાર તારી છાતી પર ખડકાયા હશે તો નિશ્ચિત સમજી રાખજે કે આ ‘લગેજ’ તારા મરણને ત્રાસદાયક બનાવીને જ રહેશે. સંદેશ સ્પષ્ટ છે. હળવાશ સાથે સ્ટેશને ઊતરી જવું છે? સામાન ઓછો કરી નાખો. પ્રસન્નતા સાથે પરલોકમાં વિદાય થવું છે ? આગ્રહ-આસક્તિ-પરિગ્રહ-વિગ્રહ ઓછા કરી નાખો !

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100