Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ એ પાકીટને સ્વીકારી લેવામાં તું ગલ્લાતલ્લાં કરે ખરો? જો ના, તો મનની સમ્યફ સમજને સ્થિર અને સુરક્ષિત કરી દેવા જ્ઞાનીઓ પ્રતિજ્ઞા કરી લેવાની વાત કરે છે એને સ્વીકારી લેવામાં ના પાડવા પાછળ કારણ શું છે? યાદ રાખજે. મનની બધી જ માંગ શરીર દ્વારા જ પૂરી થાય છે. વાસનાની માગ શરીરની નથી, મનની છે. સ્વાદિષ્ટ ભોજનની, કર્ણપ્રિય સંગીતની, સુંવાળા સ્પર્શની કે મનોહર દશ્યોની માંગ ઇન્દ્રિયોની નથી પણ મનની છે. અને મન પોતાની આ માંગને પૂરી કરવા શરીરને અને ઇન્દ્રિયોને સતત ઉત્તેજિત કર્યા જ કરે છે. બસ, પ્રતિજ્ઞા અહીં જ આત્માની મદદે આવે છે. મનની ગલતની માંગની પૂર્તિ કરવા તૈયાર થઈ જતા શરીરને એ ગલતમાં પ્રવૃત્ત થતા અટકાવીને જ રહે છે. તું પૂછે છે, મન જો મજબૂત જ છે તો પ્રતિજ્ઞા લેવાની જરૂર શી છે? જ્ઞાનીઓ કહે છે, મન જો મજબૂત જ છે તો પ્રતિજ્ઞા લેવામાં વાંધો શું છે ?

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100