Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ શું કહું તને? મુત્સદ્દી બનવાને બદલે જીવનભર જેઓ સરળ જ રહ્યા, ચાલાક બનવાને બદલે જેઓએ નમ્ર બન્યા રહેવાના માર્ગ પર જ પોતાના કદમ મૂક્યા, કાબેલ બનવાને બદલે જેઓ સહજ જીવન જીવવાના જ હિમાયતી બન્યા રહ્યા એવા એક પણ આત્માની વિદાય કલંકિત, કલુષિત કે કકળાટભરી બની રહ્યાનું તારી જાણમાં હોય તો મને જણાવજે. રવીન્દ્ર, સામે ચડીને શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે ગયા હતા અને તોય મહાભારતનું યુદ્ધ થઈને જ રહ્યું એનો તમામ યશ [3] અહંકારના ફાળે જ જાય છે એનો તને જ્યારે ખ્યાલ છે જ ત્યારે તને એટલું જ કહીશ કે મરણ બગાડી નાખે, મિત્રતાને સળગાવી નાખે અને મસ્તીને રફેદફે કરી નાખે એવા અહંકારને અને એનાં જ બાળકો જેવા મુત્સદ્દીપણાંને, ચાલાપણાંને કે હોશિયારીપણાંને તારા જીવનની ગાડીમાં ‘સ્ટીઅરિંગ વ્હીલ’ પર ક્યારેય બેસવા દઈશ નહીં.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100