Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ જવાબદાર નથી, તારી લાપરવાહી જ જવાબદાર છે. આગના ઉષ્ણતાના સ્વભાવને સમજ્યા વિના આગમાં તું હાથ નાખી બેસે અને તારો હાથ દાઝી જાય તો એમાં આગનો કોઈ દોષ નથી, દોષ તારી અજ્ઞાનદશાનો છે. મિલન, આ સનાતન સત્ય સદાય આંખ સામે રાખજે કે દુઃખ એ આપણું જ પોતાનું બાળક છે, આપણું પોતાનું જ સર્જન છે, આપણું પોતાનું જ ઉત્પાદન છે. આપણા પોતાના અવળા પુરુષાર્થ વિના એ આપણી પાસે આવતું જ નથી. આપણી જ પોતાની અજ્ઞાનદશા વિના આપણી પાસે એ ફરકતું જ નથી. એટલું જ કહીશ તને કે તું જો દુઃખમુક્ત થવા માગે છે તો ખરાબ આદતોથી મુક્ત થતો જા . જ્ઞાનીઓને માટે આ જીવન જો આશીર્વાદરૂપ જ બન્યું છે તો તારા માટે એ જીવન અભિશાપરૂપ શા માટે બન્યું રહે? વાંચી લે આ પંક્તિઓ. અમૃત પીધું પણ અમર ન થયા, પીવાની રીત ના જાણી, કાં પેટમાં ગયું નહીં ને કાં ગયું તે પાણી”

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100