Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ ૧૧ શું દુઃખ એ જ જીવનનો સ્વભાવ છે ? પરિસ્થિતિ ગમે તેવી સર્જાય છે - અનુકૂળ કે પ્રતિકૂળ - દુઃખ જાણે કે કેડો જ નથી મૂકતું. વસ્તુ આકર્ષક મળે છે કે વિકર્ષક, મન દુઃખમુક્ત નથી જ બનતું. હકીકત શી છે ? મિલન, જે જીવનમાં તને કંટકની વેદનાનો જ અનુભવ થઈ રહ્યો છે એ જ જીવનમાં જ્ઞાનીઓએ પુષ્પની સુવાસની અનુભૂતિ કરી છે. જે જીવનમાં તું સતત મોત તરફ જ ધકેલાઈ રહ્યો છે એ જ જીવનને જ્ઞાનીઓએ મહાજીવનમાં પ્રવેશવાનું કાર બનાવી દીધું છે. જે વનમાં તું સતત સંતાપની આગમાં જસળી રહ્યો છે એ જ જીવનમાં જ્ઞાનીઓએ માનસરોવરની ઠંડકને પોતાના અનુભવનો વિષય બનાવી છે. જે જીવન તારા માટે દુઃખનો પર્યાયવાચી શબ્દ બની ગયું છે એ જ જીવનને જ્ઞાનીઓએ આનંદનો પર્યાયવાચી શબ્દ બનાવી દીધું છે. જો દુઃખ એ જ જીવનનો સ્વભાવ હોત તો સહુના માટે જીવન દુઃખરૂપ જ બન્યું રહેવું જોઈતું હતું પણ એવું બન્યું નથી. અનેક આત્માઓ માટે જીવન આનંદનું, મસ્તીનું અને પ્રસન્નતાનું કારણ બન્યું જ છે અને આજે ય બની રહ્યું છે. આના પરથી ફલિત એ થાય છે કે જીવનને સમજવાની બાબતમાં તું ક્યાંક થાપ ખાઈ ગયો છે, જીવનને જીવવાની પદ્ધતિમાં તું કાંક ગરબડ કરી બેઠો છે. જીવનનું મૂલ્યાંકન કરવાની બાબતમાં તું ક્યાંક ચૂકી ગયો છે. સાચું કહું ? દુઃખ એ જીવનનો સ્વભાવ નથી, આપણી પોતાની ખરાબ આદત છે. ગુરુત્વાકર્ષાના નિયમની પરવા કર્યા વિના રસ્તા પર તું આડેધડ દોડતો રહે અને પડી જાય તો એમાં રસ્તો ૨૧

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100