________________
લ
૧૪
શરીરમાં પેદા થઈ જતો નાનકડો પણ રોગ જો મનની શાંતિ માટે અત્યારે જોખમી પુરવાર થઈ રહ્યો છે તો મોત વખતની જાલિમ વેદના વખતે મનને શાંત શી રીતે રાખી શકાશે એ પ્રશ્ન મને સતત મૂંઝવી રહ્યો છે. માર્ગદર્શનની અપેક્ષા રાખું છું.
મૃત્યુંજય, મૃત્યુને શાંતિદાયક બનાવી શકાય છે એક જ રસ્તે, જીવનને આપણે આનંદદાયક જો બનાવી શકીએ છીએ તો મોતને શાંતિદાયક બનાવી રાખવામાં આપણને કોઈ જ તકલીફ પડી શકે તેમ નથી.
જવાબ આપ.
જીવન અત્યારે તું આનંદદાયક જીવી રહ્યો છે કે સુખદાયક? પદાર્થો પ્રત્યે નિરપેક્ષ યા તો ઉદાસીન રહીને તું જીવનને આનંદદાયક બનાવી રહ્યો છે કે પદાર્થોના ખડકલા કરતા રહીને જીવનને સુખદાયક બનાવી રાખવા તું દોડધામ કરી રહ્યો છે? ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ” એ બોગસ સૂત્રો પર તને ભરોસો છે કે નહીં એની તો મને ખબર નથી, પણ ‘ઓછી સામગ્રી, ઓછી અપેક્ષા, ઓછી જંજાળ, ઓછી દોડધામ, વધુ આનંદ, વધુ મસ્તી, વધુ પ્રસન્નતા” જ્ઞાનીના આ વચન પર તને ભરોસો છે કે નહીં, એ મારે જાણવું છે.
મૃત્યુંજય, અનેક વખતના તારા એક અનુભવની તને યાદ દેવડાવું? ટ્રેનમાં તે મુસાફરી તો અનેકવાર કરી જ હશે. જે સ્ટેશને ઊતરવાનું તે નક્કી કર્યું હશે એ સ્ટેશને તું ઊતરી પણ ગયો હોઈશ પણ યાદ કરીને તું જવાબ આપ. હળવાશ સાથે, લેશ પણ તનાવ વિના તું ક્યા સ્ટેશને ઊતર્યો હતો?
કહેવું જ પડશે તારે કે સામાન જ્યારે તારી પાસે ઓછામાં ઓછો હતો અથવા તો બિલકુલ નહોતો ત્યારે જ તું સંપૂર્ણ