Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ જગતના, ખુદના જીવનના અને ખુદના મનના વ્યવહાર પર નજર કરું છું તો સર્વત્ર ગણિત'ની ભાષા જ વર્ચસ્વ જમાવીને બેસી ગઈ હોય એવું અનુભવાય છે. આવા વાતાવરણ વચ્ચે ‘કાવ્ય”ને સ્થાન ક્યાં આપવું? હાસ્ય, વાત તારી સાચી છે. માણસ સવારના ઊઠે છે ઘડિયાળના કાંટે, જમવા બેસે છે ઘડિયાળના કાંટે, ગાડી પકડે છે ઘડિયાળના કાંટે, વેપાર કરે છે એ ત્યાંય આવી જાય છે આંકડાની ભાષા. રહેવા માટે એ લૅટ ખરીદે છે ત્યાંય આંકડાની ભાષા વાપર્યા વિના એને ચાલતું નથી. બે કરોડનું ટર્નઑવર, બે હજાર સ્કવેર ફૂટનો બંગલો, પચ્ચીસ લાખનું એમાં ફર્નિચર, ત્રણ ગાડી, પાંચ ઑફિસ, વીસ જોડી કપડાં, પંદર જોડી બૂટ, દુકાનમાં પચાસ લાખનો માલ ! ટૂંકમાં, એ ક્યાંય પણ જાય છે, કાંઈ પણ કરે છે, કોઈની ય સાથે સંબંધ બાંધે છે આંકડાને વચ્ચે લાવ્યા વિના એને ચાલતું જ નથી, આંકડાનો ઉપયોગ કરતા રહ્યા વિના એને ફાવતું જ નથી. પરિણામ આનું એ આવ્યું છે કે માણસ સંવેદનહીન બની ગયો છે, શુષ્ક, રૂક્ષ અને રિક્ત બની ગયો છે, પથ્થર અને પોલાદ બની ગયો છે, કઠોર અને કર્કશ બની ગયો છે, ભૂકંપ, દાવાનળ અને પ્રલયકાળના વાવાઝોડાનું પ્રતિનિધિત્વ ધરાવી બેઠો છે. યાદ રાખજે, ગણિતની જ ભાષા માણસને શ્રીમંત, સફળ અને વિદ્વાન જરૂર બનાવી શકે છે પણ માણસ જો પરમાત્મા, સંત યાવતું સજ્જન બની જવા માગે છે તો એણે પ્રેમની, હૃદયની, કાવ્યની ૧ ૭.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100