Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ પ્રભુ આપોઆપ વિદાય થઈ ગયા ! એટલું જ કહીશ કે કેવળ સુખ માટે જ થતા પ્રભુસ્મરણને તું ‘પ્રભુપ્રેમ’નું લેબલ લગાવી ન બેસતો. સાચો પ્રભુપ્રેમ તો તને સુખમાં ય પ્રભુ પાછળ પાગલ બનાવતો રહેશે, સુખમાં ય નારા મનનો કબજો પ્રભુ જ જમાવીને બેસશે. તું તો વેપારીનો દીકરો છે ને ? જવાબ આપ. મંદીમાં જ તને પૈસા યાદ આવે કે તેજીમાં ય તું પૈસા પાછળ પાગલ બન્ધો રહે ? બજારમાં જ તું સંપત્તિપ્રેમ ટકાવી રાખે કે ઘરમાં ય સંપત્તિ પ્રત્યેનો પ્રેમ હું અકબંધ રાખી દે ! યુવાવસ્થામાં જ સંપત્તિ તને ગમે કે વૃદ્ધાવસ્થામાં ય સંપત્તિ તને એટલી જ ગમે પ્રભુપ્રેમને તું વાસ્તવિક બનાવવા માગે છે ને ? એક કામ કર. દર્દી ડૉક્ટરને પોતાના હૃદયમાં જે સ્થાન આપે છે એ નહીં પણ વેપારી પોતાના હૃદયમાં સંપત્તિને જે સ્થાન આપે છે એ સ્થાન તું પ્રભુને આપી દે. તારો પ્રભુપ્રેમ વાસ્તવિક બનીને જ રહેશે. ૧૬

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100