Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ આપણને પણ મળી શકે છે અને પરમાત્માને પણ મળી શકે છે. બહારથી એ આપણા જેવા લાગતા હોય છે અને અંદરથી પરમાત્મા સાથે એમનું અનુસંધાન ચાલતું હોય છે. હાર્દિક, ‘ગુરુ” એ તો પૃથ્વી પરનો શ્રેષ્ઠતમ ચમત્કાર છે. એમની તાકાત જે શિષ્ય સમજી શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ પરમાત્માનાં દર્શન થયા છે. એમની મહાનતાને જે શિષ્ય જોઈ શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ વીતરાગનાં દર્શન થયા છે. એમની તારકતાને જે શિષ્ય અનુભવી શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ અચિન્ય શક્તિસમ્પન્નતાનાં દર્શન થયા છે. જોખમ ઉઠાવીને અપેક્ષાએ કહું તો ગુરુસમર્પિત શિષ્ય એકવાર પરમાત્મા વિના ચલાવી લેવા તૈયાર થઈ જશે પણ ગુરુ વિના તો એ પળભર પણ જીવવા તૈયાર નહીં થાય ! તું પુછાવે છે, અધ્યાત્મના માર્ગ પર “ગુરુ'ની શી જરૂર છે? હું કહું છું, આ માર્ગ પર ગુરુ મળી જતા હોય તો પછી બીજા કોઈની ય ક્યાં જરૂર છે?

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100