Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ . અને કાં તો કલ્પના સ્વરૂપ છે. લાખ પ્રયાસ કરો તમે એમાંથી સુખ મેળવવાના, તમને સુખ ન મળે તે ન જ મળે ! શાશ્વત, સંસાર એનું નામ છે કે જ્યાં કલ્પના સુખના શિખરની કરવાની અને પટકાવાનું દુઃખની ખાઈમાં ! સંસાર એનું નામ છે કે જે તમને દર્શન કરાવે ફૂલનાં અને તમે એને ચૂંટવા જાઓ ત્યારે તમારા હાથમાં પકડાવી દે કાંટા ! સંસાર એનું નામ છે કે જે તમને લાલચ આપતો રહે કોહિનૂર હીરાની અને તમને વળગાડતો રહે કાંકરાઓ ! સંસાર એનું નામ છે કે જે તમને આશ્વાસન આપે કલ્પવૃક્ષની છાયાનું અને તમને બેસાડી દે બાવળિયાની છાયામાં ! તું પુછાવે છે, સંસારમાં સુખનો અભાવ, અલ્પતા કે અપૂર્ણતા છે? જ્ઞાનીનો જવાબ આ છે. સુખ એ સંસારનો સ્વભાવ જ નથી. પથ્થર પાસે કોમળતાની અપેક્ષા જો રાખવા જેવી નથી, સર્પ પાસે અમૃતની અપેક્ષા જો રાખવા જેવી નથી તો સંસાર પાસે સુખની અપેક્ષા પણ રાખવા જેવી નથી. સાવધાન!

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100