Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ FિITTIT/IT/IT/IT|TET|T[IT IIT/IT/IT|TET|T/IT/Ir[ITHITI અધ્યાત્મનો માર્ગ એ તો અંતર્યાત્રાનો જ માર્ગ છે ને? ત્યાં તો એકલાએ જ ચાલવાનું છે અને એકલાએ જ પહોંચવાનું છે ને? જો હા, તો પછી એ માર્ગ પર “ગુરુ”ની જરૂર શી છે? IIIIIIIIIIIIII Hપ1િ111111111 પગનો કમજોર એમ કહે કે ચાલવાનું જો મારા જ પગે છે તો લાકડીની મારે જરૂર શી છે? આંખનો કમજોર એમ કહે કે જોવાનું જો મારી આંખે જ છે તો ચશ્માં પહેરવાની મારે જરૂર શી છે? વિદ્યાર્થી જો એમ કહે કે ભણવાનું મારે જ છે તો શિક્ષકને વચ્ચે રાખવાની જરૂર શી છે? બસ, આ તમામ પ્રશ્નોનો જે જવાબ આપી શકાય એ જવાબ હાર્દિક, તેં પૂછેલા પ્રશ્નનો છે. શું કહું તને? ગુરુ એ તો પરમાત્માના મકાનમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર છે. કબૂલ, આપણને નિસ્બત છે મકાન સાથે પણ દ્વારમાં દાખલ થયા વિના મકાનની અંદર આપણે પ્રવેશ શી રીતે કરી શકવાના? કબૂલ, આપણે પરમાત્મા જ બનવું છે અને પરમાત્માને જ મળવું છે પરંતુ ગુરુ એક એવું તત્ત્વ છે કે જે આપણા જેવા પણ નથી અને પરમાત્મા જેવા પણ નથી. જે આપણી સાથે પણ છે અને પરમાત્માની સાથે પણ છે. દ્વાર જોયું તો છે ને ? દ્વાર પાસે ઊભેલા માણસની વિશેષતા જોઈ છે? એને બહારનું પણ દેખાતું હોય છે અને અંદરનું પણ દેખાતું હોય છે. બસ, ગુરુનું સ્થાન આ ‘દ્વાર’નું છે. એમને આપણે પણ દેખાઈએ છીએ અને પરમાત્મા પણ દેખાય છે. એ ૧ ૩

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100