________________
ભાષા શીખી ગયા વિના ચાલે તેમ જ નથી.
શું કહું તને?
આ જગત આજે થોડું-ઘણું પણ જીવવા લાયક જો રહ્યું છે તો એનો સંપૂર્ણ યશ હૃદયના ફાળે જાય છે, હૃદયમાં ધબકતા પ્રેમના ફાળે જાય છે, પ્રેમમાંથી પેદા થયેલ કાવ્યના ફાળે જાય છે.
ગણિતે જગતને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની, ગેલેલીયોની, ન્યૂટનની, એડિસનની, જગદીશચન્દ્ર બોઝને ભેટ જરૂર આપી છે પરંતુ જગતને મીરા મળી છે, નરસિંહ મહેતા મળ્યા છે, જ્ઞાનદેવ, નામદેવ કે તુકારામ મળ્યા છે, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મળ્યા છે, મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ મળ્યા છે, ગણધર ગૌતમસ્વામી અને પરમાત્મા મહાવીરદેવ મળ્યા છે એની પાછળ તો એક જ પરિબળ કામ કરી ગયું છે કે જે પરિબળનું નામ છે, હૃદય !
હાસ્ય, ગણિતના માર્ગે સફળ તો જનમ જનમ બન્યો. આ જીવનમાં પ્રેમના માર્ગે કદમ મૂકતો જા. કોક જીવનમાં પરમાત્મા બનવાનું તારે પાકું થઈને જ રહેશે.