Book Title: Maja Aavi Gai
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ મસ્તક પ્રભુ પાછળ પાગલ બનવા નથી દેતું અને હૃદય સંસારમાં સફળ બનવા નથી દેતું. બુદ્ધિ ધર્મમાં જામવા નથી દેતી અને લાગણી સંસારમાં ડગલે ને પગલે માર ખવડાવી રહી છે. કરું શું? રોનક, તે તો કમાલનો પ્રશ્ન પૂછી લીધો છે. તારો પ્રશ્ન તો એવો છે કે ‘ટોપી પગમાં જામતી નથી અને બૂટ માથામાં જામતા નથી, સુરમો કાનમાં જામતો નથી અને ચશ્માં હાથને જામતા નથી. કરું શું?’ .. આમાં કરવાનું કાંઈ હોતું નથી, સમજી લેવાનું હોય છે. ટોપીનું સર્જન મસ્તક માટે જ થયું હોય છે અને બૂટનું સર્જન પગ માટે જ ! સુરમો આંખમાં જ નાખવાનો હોય છે. અને ચશ્માં આંખે જ લગાવવાના હોય છે ! બસ, આટલી સમજણ આવી ગયા પછી એના સમ્યક ઉપયોગમાં ગરબડ ઊભી થવાની સંભાવના રહેવાની જ નથી. તે જે પ્રશ્ન પૂછ્યો છે એનો આ જ જવાબ છે. પ્રભુ તો પ્રેમમય છે, કરુણામય છે, દયામય છે અને પ્રેમ, કરુણા, દયા વગેરે તો હૃદયના ગુણધર્મો છે જ્યારે સંસાર તો પ્રતિસ્પર્ધામય છે, ક્લેશમય છે, પ્રપંચમય છે. રાજકારણમય છે અને એ પ્રતિસ્પર્ધા વગેરેમાં ટકાવનારાં પરિબળો તો તર્ક-વિચાર-સંશય, બુદ્ધિ વગેરે છે. - જો તું પ્રભુ પાછળ પાગલ બનવા માગે છે તો એ માર્ગે હૃદય લઈને જ જવું પડે છે અને જો તું સંસારના માર્ગે જવા માગે છે તો એ માર્ગે બુદ્ધિ લઈને જ દોડવું પડે છે. જો તને દરેકેદરેક ચીજોની અને પ્રસંગોની વ્યાખ્યા જ કરતા રહેવામાં રસ છે તો એનો જવાબ મેળવવા તારે મસ્તકના શરણે જ જવું

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100