________________
૨ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
જે જૈન કવિઓ ઉલ્લેખાયા છે તેમાંથી બહુ ઓછાને પાછળની શબ્દસૂચિમાં સ્થાન મળ્યું છે ! ગ્રંથમાં જેમની નોંધ થોડી વીગતે લેવાઈ છે એવા કુશળલાભ, જયશેખરસૂરિ, માણિક્યસુંદરસૂરિ જેવા પણ બાકાત રહી ગયા છે. સામે પક્ષે ગ્રંથમાં સામાન્ય ઉલ્લેખ ધરાવતા ઘણા જૈનેતર કવિઓ શબ્દસૂચિમાં સ્થાન પામ્યા છે. આ થોડુંક આકસ્મિક રીતે નીપજી આવ્યું હશે – શબ્દસૂચિ ખામીભરેલી છે જ – તેમ છતાં જૈન સાહિત્યને ગૌણ ગણવાનું વલણ એમાં કામ કરી ગયું હશે એમ માનવાને અવકાશ રહે જ છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૧૯૭૬માં પ્રકાશિત થયેલો “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ખંડ બીજો’ નરસિંહ પછીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક બૃહદ્ ઇતિહાસ છે. એમાં જૈન સાહિત્યની શી સ્થિતિ છે એ જોવા જેવું છે. શબ્દસૂચિમાં લગભગ ૫૫૦ જૈન અને ૧૫૦ જૈનેતર ગુજરાતી ગ્રંથકારો નોંધાયા છે તથા લગભગ ૧૮૦૦ જૈન અને ૭૫૦ જેનેતર ગુજરાતી કૃતિઓનો નિર્દેશ છે. તેની સામે ગ્રંથમાં આશરે ૬૦૦ પાનાં જૈનેતર ગ્રંથકારોને અને માત્ર ૧૫૦ પાનાં જૈન ગ્રંથકારોને ફાળવાયાં છે. જૈનેતર ગ્રંથકારોને અપાયેલાં 900 પાનાંમાંથી નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો, શામળ, દયારામ, ભાલણ જેવા પ્રથમ પંક્તિના જૈનેતર ગ્રંથકારોને અપાયેલાં ૩૦૦ પાનાં બાદ કરીએ તોપણ બાકીના બીજી ત્રીજી હરોળના જૈનેતર ગ્રંથકારોને ૩૦૦ જેટલાં પાનાં અપાયાં છે એવો અર્થ થાય. એનાથી ત્રણ ગણા જૈન ગ્રંથકારોને એનાથી અર્ધા પાનાં જ અપાયાં છે.
- પાનાંની આ ગણતરી ઘણી ધૂળ લાગવા સંભવ છે. કવિસંખ્યાના પ્રમાણમાં પાનાં ફાળવવાં જોઈએ એવી પણ કોઈ દલીલ નથી. કેમકે સાહિત્ય વિશે લખવામાં સાહિત્યની ગુણવત્તા પણ જોવાની હોય જ. તાત્પર્ય એટલું જ છે કે જૈન સાહિત્યની જે રીતે નોંધ લેવાવી જોઈતી હતી તે રીતે લેવાઈ નથી. આ કશા સભાન હેતુથી થયું છે એવું નથી. જૈન સાહિત્ય હજુ ઘણું અમુદ્રિત છે, મુદ્રિત જૈન સાહિત્યનો પણ અભ્યાસ ઓછો થયો છે અને જૈન સાહિત્યની વિપુલતા, વિવિધતા અને સાહિત્યિક ગુણવત્તાનો અંદાજ આપણને આવ્યો નથી.
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થતા ગુજરાતી સાહિત્યકોશ સાથે સંકળાવાનું થયું ત્યારે મારી સમક્ષ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે જૈનોનું જે અનોખું પ્રદાન છે એનું ચિત્ર ઊઘડવા લાગ્યું. એ ચિત્ર સાહિત્યપ્રવૃત્તિનાં અનેક પરિમાણોને આવરી લેતું હતું અને ઘણે ઠેકાણે જૂના અંદાજોની ક્યાંય ઉપર ચાલ્યું જતું હતું. જૈનોના સાહિત્યિક પ્રદાનનાં એ વિવિધ પાસાંઓ પર નજર કરવાનો અહીં ઉપક્રમ છે. સાહિત્યવારસાનું જતન અને સંવર્ધન
સાહિત્યકોશની કામગીરી દરમ્યાન, જૈન સાહિત્યની સામગ્રી જ્યાંથી મળી શકે એવાં સ્થાનો એટલાં બધાં અમારી સામે આવતાં હતાં કે અમારાથી પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org