Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 14
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન - - - - - - - - - - - ર મ પ પ ા પ મ મ ર - - - - - - જયંત કોઠારી સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્ય કેટલાંક વર્ષો પહેલાં મધ્યકાલીન (ઈ.સ.૧૮૫૦ પૂર્વેના) ગુજરાતી સાહિત્યના સંદર્ભે મેં ફરિયાદ કરેલી કે “આપણા સાહિત્યના અધ્યયનમાં જૈન કવિઓ અને સાહિત્ય ઉપેક્ષિત રહ્યાં છે... પ્રથમ પંક્તિના વિદ્વાનોના વિવેચનનો જે લાભ અખો, પ્રેમાનંદ, દયારામ જેવાને મળ્યો છે તે કોઈ જૈન કવિને મળ્યો જણાતો નથી. ભાલણ, નાકર, નરપતિ, શામળ વગેરેને આપણા અભ્યાસમાં જે સ્થાન મળતું રહ્યું છે તેવું કોઈ જૈન કવિને ભાગ્યે જ મળ્યું છે. વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કરનાર લાવણ્યસમય અને સમયસુન્દર જેવા કવિઓનો સાંગોપાંગ અભ્યાસ થવો હજુ બાકી છે. સાહિત્યના ઇતિહાસમાં પણ વિશિષ્ટ જૈન કૃતિઓ અને કવિઓનો પૂરતો પરિચય કરાવવામાં આવતો નથી. હા, નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યનો કંઈક વીગતે પરિચય કરાવવામાં આવે છે કેમકે એ વખતનું જૈનેતર સાહિત્ય અલ્પ પ્રમાણમાં છે !” (ઉપક્રમ, ૧૯૬૯, પૃ.૧૪૩) મારી આ ફરિયાદ મોટા ભાગના લોકોને વધારે પડતી લાગવાની ને એમાં જૈન તરીકેનો મારો પક્ષપાત પ્રગટ થતો દેખાવાનો. છેલ્લી ટકોરમાં તો મારા પરમ સ્નેહી ડૉ. મધુસૂદન પારેખને પણ મારું આળાપણું જણાયેલું. હમણાં થોડા સમય પહેલાં એક યુનિવર્સિટીની અભ્યાસસમિતિમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના અભ્યાસક્રમમાં જૈનોના પ્રદાનના મુદ્દાને યોગ્ય સ્થાન આપવા મેં સૂચન કર્યું ત્યારે એક અધ્યાપકે કહ્યું કે એમાં ભણાવવા જેવું શું છે ? અને આપણે નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય ભણાવીએ જ છીએ ને? એમને કહ્યું કે નરસિંહ પછીના જૈન સાહિત્યનો તમને કંઈ અંદાજ છે ખરો? એ વાત સાચી છે કે ઈ.સ.૧૮૫૦ પૂર્વેના જૈન સાહિત્યનો પૂરો, સાચો અંદાજ આપણને નથી. મેં ઉપર્યુક્ત ફરિયાદ કરી ત્યારે મનેયે એ અંદાજ હતો એમ કહેવાની સ્થિતિમાં હું અત્યારે નથી. એ વખતે હું જોતો હતો કે મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્ય વિપુલ હોવાની વાત નોંધાતી હતી, કેટલાંક નામો પણ લેવાતાં હતાં પણ કવિઓ કે કૃતિઓના પરિચય બહુ ઓછા આવતા હતા. મેં ફરિયાદ કરેલી તે આ સ્થિતિને અનુલક્ષીને ને તે વેળાએ મારી જે કંઈ જાણકારી હતી તેને આધારે. જૈન સાહિત્ય તરફના આપણા વલણને પ્રગટ કરતું એક ઉદાહરણ નોંધવાનું મન થાય છે. અનંતરાય રાવળના “ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન)' (૧૯૫૪)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 355