________________
પ્રસ્તાવના
શબ્દ-કૌસ્તુભ (પૃ. ૮૫૫)માં પણ પ્રખ્રરાય યો નહુષ વર”ને શુદ્ધ ન ગણતાં કવિને પ્રમાદ છે એમ સૂચવવામાં આવ્યું છે તે પછી “ચ થયાડડદિપુરુષ પ્રાયો પ્રમાયાં ' એ ક્યાંથીજ દોષ-મુક્ત ગણી શકાય ? અલબત કાલિદાસ જેવા મહાકવિએ પણ રઘુવંશ (સ. ૯, શ્લોટ ૬૧; સ૧૩, લો૩૬; સ. ૧૬, લો. ૮૬)માં આવા પ્રયોગને સ્થાન આપ્યું છે એટલે બચાવ થઈ શકે એટલે શું “ઐહતાં વાવમડલુધવતિ ' એ ન્યાયથી સંતોષ માનવો કે?
આ પદ્યમાં બીજું વિચારણીય સ્થળ એ છે કે વિશ્વગનની એ નાનામ નું કર્મ હોવા છતાં તેને દ્વિતીયા તરીકે પ્રયોગ ન કરતાં પ્રથમ તરીકે જે પ્રગટ કરવામાં આવ્યું છે તે શું ન્યાચ્ય છે? આ સંબંધમાં ક્વીશ્વરે એક તું શ્રીરામાશ્રમે રચેલ સિદ્ધાન્ત ચન્દ્રિકાનું “સભ્યો પ્રથમ” (કારિકા પ્રકરણનું અંતિમ) સૂત્ર અને બીજું શ્રીમાધકવિકૃત શિશુપાલવધના પ્રથમ સર્ગોના તૃતીય લોકગત અન્ય ચરણનું ઉદાહરણ એ બે પ્રમાણે આપી આ પ્રગની વાસ્તવિકતા સિદ્ધ કરી છે. એટલે હવે આની ન્યાય્યતાના સંબંધમાં શંકા ઉપસ્થિત કરવી તે અરથાને છે. પરંતુ એને વિશેષ સમર્થન કરનારો ઉલ્લેખ રજુ કરે નિરર્થક નહિ ગણાય. આ પરત્વે શિશુપાલવધના ટીકાકાર મહામહોપાધ્યાય શ્રીમલ્લિનાથસરિએ “મામું નારદ્ર રૂધિ : ગત “નારદ્ર” પ્રગ સંબંધી જે ઉલ્લેખ કર્યો છે તે જોઈ લઈએ. તેમણે કહ્યું છે કે –
" नारदस्य कर्मत्वेऽपि निपातशब्देनाभिहितत्वात् न द्वितीया, तिङामुपसङ्ख्यानस्य उपलक्षणत्वात् । यथाऽऽह वामनः-निपातेनाभिहिते कर्मणि न कर्मविभक्तिः परिगणनस्य प्रायिकत्वात् ' ॥"
અર્થાત–નારદ કર્મ છે, છતાં તિ રૂપ નિપાત વડે તેને નિર્દેશ થયેલ હોવાથી દ્વિતીયાની આવશ્યકતા નથી. જો કે તિની નિપાત તરીકે તિક્ની સંખ્યામાં ગણના નથી, છતાં ઉપલક્ષણથી તેને પણ ઉલ્લેખ સમજી લેવાનો છે. વામને કહ્યું પણ છે કે ગણનાની બહુલતાને લઈને નિપાત વડે નિર્દિષ્ટ થયેલા કર્મમાં કર્મવિભક્તિની જરૂર નથી.
હવે અન્ય વિચારણીય રથળ તરફ દષ્ટિપાત કરીશું. અલ્મા પૃષ્ટગત “મમવન' શબ્દ એ માવત્ (નપુંસકલિંગ)ના દ્વિતીયા એકવચનનું રૂપ છે. સામાન્ય નિયમ પ્રમાણે આ
૧ શ્રીયુત જ્ઞાનેન્દ્ર સરસ્વતીની પાણિનીય વ્યાકરણની તત્વબોધિની નામની વ્યાખ્યા (પૃ૦ ૩૪૬ )માં પણ આને પ્રસાદ તરીકે જ ઓળખાવેલ છે. ૨ આ શ્લેક નીચે મુજબ છે –
" इत्यूचिवानुपहृताभरणः क्षितीश, श्लाघ्यो भवान् स्वजन इत्यनुभाषितारम् ।
संयोजयां विधिवदास समेतबन्धुः, कन्यामयेन कुमुदः कुलभूषणेन ॥" અત્ર સંયોગયાં અને માસ ની વચ્ચે વિધવત્ર શબ્દ વિચારણીય છે.
૩ કવિરાજ ભવભૂતિત ઉત્તરરામચરિત (અ. ૧, શ્લેટ ૧૦ )ના નિમ્નલિખિત પદ્યમાં આ ભાવાર્થ નજરે પડે છે –
"लौकिकानां हि साधना-मर्थ वागनुवर्तते ।
પુનરાધાનાં, વાવમાઁsનવર્તિતે ” ૪ સંપૂર્ણ શ્લેક નીચે મુજબ છે –
" चयस्त्विषामित्यवधारितं पुरा, ततः शरीरीति विभाविताकृतिम् । विभुर्विभक्तावयवं पुमानिति, क्रमादमुं नारद इत्यबोधि सः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org