________________
ભક્તામર ]
श्रीलाभविनयगणिगुम्फितम्
૧૩૩
સ્પષ્ટીકરણ દેવ-દિગ્દર્શન–
આ પદ્યમાં કુદેવ શબ્દને પ્રવેગ કરવામાં આવ્યું છે, તો એથી કરીને કુદેવ એટલે શું અને તે સંબંધમાં શી જૈન માન્યતા છે એવો સહજ પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી અત્ર તેની સ્થળ રૂપરેખા આલેખવામાં આવે છે.
દેવ' શબ્દના અનેક અર્થો થાય છે—જેમકે (૧) દેવતા, (૨) રાજા, (3) મેઘ, (૪) પારે, (૫) દિયર, (૬) ઈશ્વર વિગેરે. પરંતુ પ્રસ્તુતમાં આમાંના પ્રથમ અને અન્તિમ અર્થો તરફ જ દષ્ટિપાત કરે બસ થશે. તેમાં પણ વળી અવ દેવ' શબ્દથી સામાન્ય દેવતા કે સુર ન સમજતાં દેવાધિદેવ, પરમેશ્વર પરમાત્મા, ભગવાન ઇત્યાદિ અર્થસૂચક મહાવ્યક્તિ સમજવાની છે. પરંતુ અત્ર એ પ્રશ્ન ઉદ્ભવે છે કે કેણ આવા અપૂર્વ નામને લાયક ગણી શકાય અર્થાત સુદેવ અને કુદેવનાં લક્ષણે ક્યાં છે? આ સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના ઉગારે વિચારીએ. તેમણે કહ્યું છે કે
"सर्वज्ञो जितरागादि-दोपत्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च, देवोऽहेन् परमेश्वरः॥"
–ોગશાસ સ૨, શ્લ૦ ૪ અથતુ સમગ્ર પદાર્થોના જ્ઞાતા, રાગ (પ) વિગેરે ના વિજેતાલોક્યને પૂજ્ય, જે જે પદાર્થ હોય તેવી જ તેની પ્રરૂપણ કરનારા તે દેવ, અહંન્ યા પરમેશ્વર છે અથવા તે પરમ ઐશ્વર્યવાળા દેવ “અહંન” છે.
આ સંબંધમાં ઘણું વિવેચન થઈ શકે તેમ છે, પરંતુ ગ્રન્થ-પૈરવના ભયથી અત્ર ટૂંકમાં જ ઉલ્લેખ કરવામાં આવે છે. રાગ અને દ્વેષને સંપૂર્ણ ક્ષય કર્યા વિના અર્થાત્ ઉત્કૃષ્ટ સમતા સંપાદન કર્યા વિના સર્વજ્ઞતા સંભવતી નથી તેમજ સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા વિના સત્યવક્તા બની શકાતું નથી તેમજ સત્યવક્તા થયા વિના રૈલોક્યમાં પૂજયતા પ્રાપ્ત થતી નથી. વાસ્તે આ ઉપરથી સાર એ નીકળે છે કે સંસારરૂપ ચતુર્ગતિમાં ભ્રમણ કરાવનારા રાગ અને દ્રુષનો જેણે સર્વથા ક્ષય કર્યો છે તે વ્યક્તિ સુદેવ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, સચ્ચિદાનન્દ છે. આ ઉપરથી એ ફલિતાર્થ થાય છે કે જે દેવમાં રાગ અને દ્વેષને થોડે ઘણે અંશે પણ સંભવ છે, તે તે પરમાત્મા યાને સુદેવ તે નહિજ કહી શકાય અને વળી જેનામાં રાગ-અને દ્વેષની અધિકતા હોય તેને “કુંવ” સંબોધવા જોઈએ એ સહેલાઈથી સમજી શકાય છે.
આ પ્રમાણે કે કુદેવનું સ્વરૂપ ધ્યાનમાં આવી શકે તેમ છે, છતાં પણ તેને રકુટ બંધ થાય તેટલા માટે શ્રી હેમચન્દ્રાચાર્ય કુદેવનાં લક્ષણ પરત્વે નીચે મુજબને પિતાને અભિપ્રાય જાહેર કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org