________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
૧૩૯
સાધારણ વનસ્પતિ-કાય તેમજ મનુષ્યની ચૌદ ચાદ લાખ નિએ છે જ્યારે પ્રત્યેક વનપતિકાયની દશ લાખ છે. વળી નરકી, દેવોની અને તિર્યંચ પંચેન્દ્રિયની ચાર ચાર લાખ યોનિઓ છે, જ્યારે બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીવોની બબ્બે લાખ છે. આ વાતની જીવ-વિચારની ૪૫ થી ૪૭ સુધીની ગાથા સાક્ષી પૂરે છે.
આ યોનિઓના ત્રણ રીતે ત્રણ પ્રકાર પાડેલા છે –(૧) સચિત્ત, અચિત્ત અને મિશ્ર; (૨) શીત, ઉષ્ણ અને મિશ્ર; અને (૩) સંવૃત્ત, વિવૃત્ત અને મિશ્ર. પરંતુ ગ્રન્થ-ગરવના ભયથી આ બધાનું સ્વરૂપ અત્ર વિચારવામાં આવતું નથી. એના જિજ્ઞાસુએ પ્રજ્ઞાપનાસૂત્ર, લેકપ્રકાશ વિગેરે પ્રત્યે જોવા.
૧ જે વનસ્પતિનાં કણસળાં, સાંધાની નસે અને પર્વ-ગાંઠે ગૂઢ હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થઈ શકતા હોય, જેમાં તાંતણું ન હોય અને જેને છેદીને વાવવામાં આવે તે ફરીથી ઉગે તે કંદમૂલાદિક સાધારણ વનસ્પતિકાય' કહેવાય છે. આ વાતની શ્રીશાન્તિસૂરિકૃત જીવવિચારની બારમી ગાથા સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં
"गूढसिरसंधिपव्वं, समभंगमहीरगं च छिनरुहं ।
સાહા સરીર, વિવરીશં તુ વયં ” [गूढसिरासन्धिपर्व समभङ्गमहीरकं च छिन्नरूहम् ।
साधारणं शरीरं तद्विपरीतं तु प्रत्येकम् ॥] વાચક શ્રીમેઘનન્દનના શિષ્યરત્ન શ્રીપાઠકરનાર આ ગાથાની વૃત્તિમાં સુચવે છે તેમ સાધારણ વનસ્પતિકાયનું નીચે મુજબ પણ લક્ષણ છે :
___“चकं व भजमाणस्स जस्स गंठी हविज चुनघणो।
तं पुढविसरिसभेयं अणंतजीवं वियाणाहि॥" [चक्रमिव भज्यमानस्य यस्य प्रन्धिर्भवेचूर्णघनः ।
तत् पृथिवीसदृशभेदमनन्तजीवं विजानीहि ॥] આ ઉપરથી જોઇ શકાય છે તેમ સાધારણ વનસ્પતિ એક શરીરમાં અનંત જીવવાળી વનસ્પતિ છે. આથી કરીને આને “અનંતકાય” પણ કહેવામાં આવે છે. વળી આને “નિગોદ” એ નામથી પણ ઓળખવામાં આવે છે. આનાથી વિપરીત લક્ષણવાળી વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિકાય' કહેવાય છે.
૨ જે વૃક્ષના એક શરીરમાં એકજ છવ હોય તે “પ્રત્યેક વનસ્પતિકાય' કહેવાય છે. આ વનસ્પતિકાયને ફળ, કૂલ, છાલ, કાઈ, મૂળ, પત્ર અને બીજ એમ સાત સ્થાનમાં જૂદા જૂદા જીવ હોય છે. જીવવિચારની ૧૩મી ગાથામાં કહ્યું પણ છે કે
" एगसरीरे एगो, जीवो जेसिं च ते उ पत्तेया।
फल फूल छल्लिकट्ठा-मूलगपत्साणि बीयाणि ॥" [एकस्मिन् शरीरे एको जीवो येषां च ते तु प्रत्येकाः।
फलपुष्पछल्लिकाष्ठामूलकपत्राणि बीजानि ॥] ૩ નરકમાં ઉત્પન્ન થયેલ છવ “નારકી' કહેવાય છે.
૪ પંચેન્દ્રિય જીવો અર્થાત ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયવાળા જીવો પૈકી (૧) મનુષ્યો, (૨) દેવે અને (૩) નારકી છને બાદ કરતાં જે જીવો રહે તે “તિર્યંચ પંચેન્દ્રિય' કહેવાય છે. એમાં હેર, જાનવર, પશુ, પંખીને સમાવેશ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org