________________
પણ મૂકેલાં છે. વીર ભક્તામરમાં કરૂણ બેધ ત્યારે નેમિ-ભક્તામરમાં વિરહી શૃંગારાત્મક જ્ઞાન આપેલું છે. બંનેના સંસ્કૃત શ્લોક સુશ્લિષ્ટ બંધારણવાળા, મધુર અને સરળ છે. બંને અગાઉ છપાઈ ગયેલા હતા. પરંતુ આ સંગ્રહમાં બંનેને વિસ્તીર્ણ પાઠ, સમજુતી, ભાષાંતર, વિવરણ વગેરે પુષ્કળ છૂટ અને શ્રમ સાથે અનુવાદ કરનારે આપેલ છે. એજ આ સંગ્રહની ખરી ખૂબી છે.
સાહિત્ય મે માસ ઈ. સ. ૧૯૨૮ પૃ૦ ૩૧૭–૧૮.
શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ–ભાગ ૧ જેમાં ઉપાધ્યાય શ્રીધર્મવર્ધનગણિકૃત વીરભક્તામર તથા શ્રીભાવપ્રભસૂરિકૃતિ નેમિભક્તામર પરિશિષ્ટ તરીકે ભક્તામર સ્તન તથા ગિરનાર કલ્પ સહિત પજ્ઞ ટીકા અને ભાષાંતર સહિત આ ગ્રંથમાં આવેલ છે. સંશોધન તથા ભાષાંતર ર્તા પ્રો. હીરાલાલ રસીકદાસ કાપડીયા એમ. એ. આ ગ્રંથ મૂળ, ટીકા, અન્વય અને શબ્દાર્થ લોકાર્ય અને સ્પષ્ટીકરણ ભાષાંતર રૂપે આપેલ છે. ભાષાંતર સુંદર શૈલીથી અને અભ્યાસીને અભ્યાસ માટે સરલ અને ઉપયોગી બનાવ્યું છે. સારે પ્રયત્ન કરવામાં આવેલે છે. કાવ્ય અપૂર્વ અને તેના ખપી માટે એક ઉપયોગી વસ્તુ છે. તે માટે અમે વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. કિંમત રૂા. ૩–૯–૦.
શ્રી આત્માનંદ પ્રકાશ પુર ૨૫, અં૦ ૧૦. વીર સં. ર૪૫૪ વૈશાખ. આત્મ સં. ૩ર.
ચતુર્વિશતિકા સંબંધી અભિપ્રાયો.
(૧) શ્રીબપ્પભકિસૂરિકૃત અને પૂર્વ મુનિવર્ય પ્રણીત ટીકા યુક્ત ચતુવંશતિકા (સચિત્ર), શ્રીશારદા સ્તોત્ર તથા બપભદિસરિચરિત્ર–પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ.એ. એ આ કાવ્ય અને ચરિત્ર ગ્રંથનું સંશોધન તથા સરલ શબ્દાથે સાથે ભાષાંતર કર્યું છે. સાથે સ્પષ્ટીકરણ અને છેવટે શબ્દોષ આપી અભ્યાસી અને વાચક વર્ગને બહુજ સરલતા કરી આપી છે. વળી આ બુમાં ૧૬ વિદ્યાદેવીઓના વિવિધ રંગના સુંદર ફોટાઓ આપી ગ્રંથની સુંદરતામાં વૃદ્ધિ કરી છે. પ્રયાસ ઉત્તમ છે અને ગ્રંથ વાંચવા યોગ્ય છે. કિંમત છ રૂપીયા.
શ્રીઆત્માનંદ પ્રકાશ પુ. ૨૫, અં. ૧૦. વીર સં. ર૪૫૪ વૈશાખ. આત્મ સં. ૩ર.
પૂર્વ મુનિવર્ય પ્રણીત ટીકાયુક્ત ચતુર્વિશતિકા શ્રીપભદિસૂરિકૃતિ શારદાસ્તોત્ર, શ્રીરાજશેખરસૂરિવિરચિત શ્રી બપ્પભદિસૂરિવર્યચરિતરૂપ પરિશિષ્ટ દ્રય સહિત, ભાઈ હીરાલાલ રસિકદાસ કાપડિયાએ કરેલો ગુર્જર ભાષાનુવાદ વિગેર યુક્ત બહુ શ્રેષ્ઠ રચનાવાળું છે.
આ બુકમાં ૧૬ વિદ્યાદેવીઓ વિગેરેના ફોટા બહુ સુંદર આપેલા છે. કિંમત રૂા. ૬) રાખી, છે તે પ્રયાસ ને ખર્ચના પ્રમાણમાં વધારે નથી, પરંતુ તેના ખરીદનારા બહુ ઓછા મળે તેમ છે.
શ્રી જૈનધર્મપ્રકાશ, સં. ૧૯૮૪ વૈશાખ પુસ્તક ૪૪ અંક બીજે, પૃ૦ ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org