Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 306
________________ ર૧૧ (૩) ચતુર્વિશાતિકાનું ભાષાંતર શ્રીમતી આગમય સમિતિ તરફથી વિક્રમ સંવત્ ૮૦૦ માં જન્મેલા અને મુનિદીક્ષા લેનારા અને ૧૧ વર્ષે આચાર્ય-પદ પ્રાપ્ત કરી અનેક રાજામહારાજાઓને જૈન ધર્મને બેધ આપી ૯૫ વર્ષની ઉમરે પરોપકાર માટે અણસણ કરી આ ફાની દુનિયા ત્યાગ કરનાર બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાંત તેમણે રચેલી વીસ જિનેશ્વરની સ્તુતિરૂપ ચતુર્વિશતિકા અને શ્રીશારદા-સ્તોત્ર અને તે ઉપર સંશોધન, ભાષાંતર કરી વિવેચન કરનાર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. નું વિવેચનવાળું પુરતક કાઉન ૮ પેજી એ સાઈઝમાં ૪૮ રતલી કોલી લાયન લેજર પેપર પર પ્રગટ થયેલું છે. તેની નોંધ લેતાં અમને અતિ આનંદ થાય છે. શ્રીપભદિસરિજી જન્મ ક્ષત્રિય હતા અને તેમના પિતાનું નામ બમ્પ અને માતાનું નામ ભકિ અને પિતાનું નામ સરપાળ હતું. તેઓ છ વર્ષની ઉમ્મરેજ શ્રી સિદ્ધસેનસૂરિજીના સમાગમમાં આવતાં તેમની પાસે તેઓ જૈન ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. તેમની બુદ્ધિ એટલી તે તીવ્ર હતી કે તેઓ પ્રતિદિન એક હજાર લેક કંઠરથ કરતા હતા. તેમની આવી ઉત્તમ બુદ્ધિથી સિદ્ધસેનસૂરિજીએ બપ પાસે પુત્રની માંગણી કરી, પણ એકને એક પુત્ર હોવાથી તેણે પ્રથમ તે તેને મુનિ-દીક્ષા આપવા ના. પાડી, પણ આખરે પિતાનું તથા પિતાની પત્નીનું નામ કાયમ રહે એવું નામ સુરપાળને આપવાની શરતે તેમને મુનિ-દીક્ષા લેવાની રજા આપી. આથી સુરપાળને મુનિ-દીક્ષા આપતાં એક ભદ્રકીર્તિ નામ આપવામાં આવ્યું હતું તો પણ તેઓશ્રી બપ-ભટ્ટિના નામથી પ્રસિદ્ધ થયા અને ૧૧ વર્ષની ઉમ્મરે તેમનું અગાધ જ્ઞાન જેઈ સૂરિપદ આપવામાં આવ્યું હતું. શ્રીબાપભદિસૂરિ જીને સરસ્વતી હાજરા હજુર હતી તેથી શ્રીગોપગિરિના રાજા યશોવર્માના પુત્ર આમરાજા તેમને પોતાની સાથે રાજ્ય-સિંહાસન પર બેસાડતા હતા અને તેમની સલાહ અનુસાર રાજ્ય ચલાવતા હતા. તેમણે અગ્યાર વર્ષની ઉમ્મરે સૂરિપદ પ્રાપ્ત થતાં, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પકવાનેને ત્યાગ એ કારણથી કર્યો હતો કે આમરાજા તેમના મિત્ર હતા અને રાજ-સંગતથી વન-મદ થાય નહિ અને બ્રહ્મચર્યને ભંગ થાય નહિ. આ બપ્પભદિસૂરિજીએ ચોવીસ તીર્થંકરની સ્તુતિ ૯૬ પધના વીસ વિભાગના કાવ્યમાં શ્રી “ચતુર્વિશતિકા” નામે લખી છે, અને દરેક વિભાગમાં એક જિનેશ્વરની, વીસ જિનેશ્વરની, આગમની અને દેવ દેવીની સ્તુતિ સંસ્કૃત ભાષામાં કરી છે. આ સ્તુતિઓ જૈન ધર્મ ઉપર અત્યંત પ્રકાશ નાખનાર છે અને અન્ય દર્શનીઓ પણ તેમાંથી ઘણું નવું જાણી શકે એમ છે. આ રસ્તુતિને અનુવાદ પ્રેફેસર હીરાલાલ કાપડીયાએ કર્યો છે અને તે ઉપર અનેક પુસ્તકોની સાક્ષી આપી વિવેચન અને ટીકા લખી છે. પુરતકમાં શબ્દ-કોષ, શ્રીરાજશેખરસૂરિકૃત સંરકૃત અપભદિસુરિચરિત્ર અને શ્રીશારદા-ઑત્ર આપવામાં આવ્યા છે જે અનેક અલંકારો અને કાવ્ય-ચમવૃતિઓથી ભરપૂર છે. આવા એક ઉત્તમ પ્રાચીન પુસ્તકને ભાષાંતર સાથે પ્રગટ કરવા માટે શ્રીમતી આગમેદય સમિતિને મુબારકબાદી ઘટે છે. મુંબઈ સમાચાર ૩૦ મી જુન ૧૯૨૮, છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312