________________
૧૩
મૂળ ગ્રન્થકાર કવિરાજ શ્રીશોભન મુનિ ભેજ રાજાના વખતમાં થઈ ગયા છે અને તેઓશ્રી મહાકવિ ધનપાલ કે જેઓ બ્રાહ્મણ ધર્મના સંગી હતા તેમના ભાઈ થતા હતા. તેમના પિતાજીએ જૈન “ચાન્દ્રગીય શ્રી મહેન્દ્રસૂરિજીનું ઋણ ફીટાવવા પિતાના બીજા પુત્ર શ્રીશાભનને આચાર્ય મહારાજને અર્પણ કર્યા હતા અને તેઓએ જૈન મુનિરાજની દીક્ષા લીધી હતી એટલુંજ નહિ પણ તેઓએ પોતાના જ્ઞાનથી મહાકવિ શ્રીધનપાલને જૈન ધર્મના રાગી કર્યા હતા.
હાલમાં જેમ મુનિ દીક્ષા સંબંધમાં મત-ભેદ પડ્યા છે તેમ તે વખતે પણ હતું એમ જણાય છે, કેમકે શ્રીશેભન જ્યારે આચાર્ય પાસે દીક્ષા લેવા ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તેમને એ સવાલ કર્યો હતે કે તેમને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા હતી કે નહિ? શ્રીશોભને એ સવાલનો જવાબ નકારમાં આપતાં આચાર્ય મહારાજે જણાવ્યું હતું કે “ જેને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા નહેય, તેને, હું દીક્ષા આપતું નથી. વાતે જે તારી ઇચ્છા થતી હોય, વા, તું એક વાર જૈન સિદ્ધાન્ત શ્રવણ કર અને તેના વાસ્તવિક અર્થનું મનન કર. એમ કરવાથી જો તને તે પ્રતિ રૂચિ થાય તે તને હું દીક્ષા આપીશ.” આ પછી જ્યારે શ્રીશેભનનું મન જૈન ધર્મ ઉપર રાગી થયું હતું ત્યારે જ તેને દીક્ષા આપવામાં આવી હતી. આ દીક્ષા લેનાર શ્રીશાભને મુનિ-અવસ્થામાં શ્રીચોવીસ તીર્થંકરની સ્તુતિ એવી તે ઉત્તમ રીતે રચી હતી કે મહાકવિ શ્રીધનપાલે તેના ઉપર ટીકા રચી હતી કે જે ધનપાલે અગાઉ તે શ્રી‘માલવા દેશમાં જૈન સાધુઓને વિહાર કરતાં અટકાવ્યા હતા.
આ સ્તુતિ-ચતુર્વિશતિકામાં દરેક તીર્થક્ય સંબંધીમાં ૪પધ લઈ કુલ ૯૬ પધમાં ૨૪ તીર્થકરેની સ્તુતિ કરવામાં આવી છે અને તે એટલી તે ઉત્તમ છે કે અનેક પ્રાચીન કવિઓએ તેની સ્તુતિ કરી છે અને જર્મન કિલર ડો. હર્મન જેકોબીએ પણ તેનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું છે. આ કાવ્યમાં અનેક પ્રકારના શબ્દાલંકાર છે. તેના દરેક પદ્યમાં બીજું ચરણ ચોથા ચરણને તદન મળતું હોવા છતાં, તેને અર્થે તદન જૂદો થાય છે એ તેની ચમત્કૃતિ છે. એટલું જ નહિ પણ કેટલાક પદ્યમાં એક જ જાતના ચરણને ત્રણ ત્રણ જુદા જુદા અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કાવ્યનું અને ટીકાનું સંશોધન પ્રોફેસર હીરાલાલ કાપડીઆ એમ. એ.એ ઘણી જ ઉત્તમ રીતે કર્યું છે અને ભાષાંતર કરતાં લગભગ એક સે પુરતોને આધાર લઈ ટીકા અને ભાષાંતર એટલા તે ઉત્તમ રીતે આલેખ્યા છે કે સંસ્કૃત ભાષાના સામાન્ય જાણકારને તેમજ ગુજરાતી ભાષાના જ્ઞાતાને એ પુસ્તક જૈનેના ચાવીસ મહાપુરૂષે-તીર્થકરને ઇતિહાસ અને જૈન ધર્મની સામાન્ય માહિતી પૂરી પાડે છે. પુસ્તકમાં શબ્દકોષ, વિવેચન વિગેરે ઘણું ઊંડા જ્ઞાનથી આપવામાં આવ્યા છે અને તે માટે ભાષાંતરકારને તેમજ આગામેાદય સમિતિને મુબારકબાદી જ ઘટે. પુસ્તકમાં ૨૦ જૈન દેવીઓ અને સમવસરણના જે ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યાં છે તેવું સાહસ અત્યાર સુધી કે જૈન ગ્રન્થકારે કર્યું હોય એમ અમે જાણતા નથી.
પુસ્તકની કીંમત છ રૂપિયા છે.
મુંબઈ સમાચાર, ૨૭ મી જુન ૧૯૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org