________________
१८७
भारतीच्छन्दांसि रजनीवरपीवरप्रवरशचीवरसिन्धुरबन्धुरगुणनिलया ।
लयलीनविलीनपीनमीनध्वजयतिजनजनिताशुभविलया ॥ ५॥ ચન્દ્ર તથા પુષ્ટ તેમજ ઉત્તમ એવા ઇન્દ્રના (ઐરાવણ ) હાથીના જેવા નિર્મળ ગુણના નિવાસરૂપ એવી તથા વળી એક્તાનમાં લીન તેમજ જેમણે પીન રતિ-પતિને નાશ કર્યો છે એવા મુનિ-જનોએ (જેની સહાયતાથી) અશુભને નાશ કર્યો છે એવી તું છે.–૫
लयतानवितानगानगायनसखिवीणावादविनोदमनाः ।
मननात्मकचरिता विदलितदुरिता जननि ! त्वं जय निवृजिना ॥६॥ લય અને તાનના વિસ્તારવાળા ગાન તથા ગાયનની સખિરૂપ વીણાના વાદનમાં વિનોદ પામતા ચિત્તવાળી, મનન કરવા લાયક ચરિત્રવાળી, વળી જેણે પાપને પ્રણાશ કર્યો છે એવી તથા પાપથી મુક્ત એવી હે માતા ! તું જ્યવંતી વર્ત.-૬
तव भारति ! पदसेवारेवामासाद्य कोविदद्विरदाः ।
नवरसललनविलोलाः कोलाहलमुल्लपन्ति सूक्तरसैः ॥ ७ ॥ હે સરસ્વતી ! તારાં ચરણની સેવારૂપી રવા (સરિતા)ને પ્રાપ્ત કરીને (શંગારાદિક) નવરિસનું લાલન કરવામાં ચપળ એવા વિચક્ષણ (જન)રૂપ કુંજરે સુન્દર ઉક્તિના રસોથી કોલાહલ કરે છે.–૭
रससङ्गतिचङ्गसूक्तमुक्तामणिशुक्तिरुरीकृतमुक्तिकला।
कलि(वि)तौघविमोघसारसारस्वतसागरवृद्धिविधे(धी १)न्दुकला ॥ ८॥ તું રસના સમુદાયરૂપ તેમજ સુન્દર ઉતિરૂપ મુક્તામણિને (ઉત્પન્ન કરનારી) શુક્તિ (છીપ) છે, વળી તે મોક્ષની કળાને સ્વીકાર કર્યો છે તથા તું કાના સમુદાયરૂપ સફળ તેમજ ઉત્તમ એવા સારરવતરૂપ સાગરની વૃદ્ધિ કરવામાં ચન્દ્રની કળા છે.-૮
कलनादविभेदविन्दुवृन्दारकविदितब्रह्मज्ञानशुमा ।
शुमि(सुमि)ताङ्गोपाङ्गकसुभगे ! त्वं मयि देवि ! प्रसीद कैत(र)वभा ॥९॥ હે દેવી ! સુંદર (યથોચિત) પ્રમાણવાળા અંગ અને ઉપાંગવાળી તેમજ સૌભાગ્યવતી એવી હે સરસ્વતી ! મધુર શબ્દના વિભેદના જાણકાર એવા દેવોએ જેની સહાયતાથી બ્રહ્મજ્ઞાન જાણી લીધું છે એવી તેમજ શુભ તથા કૈરવના જેવી શોભાવાળી એવીતું મારા ઉપર પ્રસન્ન થા–
करपङ्कजाग्रजाग्रजपदामनिका ममाह कमलम् ।
वीणा पुस्तकममलं हेतु (हे सु)तनो ! ते धिनोतु मम कमलम् ॥ १० ॥ હે સુન્દર દેહવાળી દેવી ! હસ્તરૂપ ક્મળના અગ્ર ભાગમાં જાગૃત એવી તારી જપમાળા તથા તારાં વીણ, પવિત્ર પુરતક તેમજ કમળ................૧૦
૧ આને વર્ણ શ્વેત માનવામાં આવે છે. ૨ કુંજરોના પક્ષમાં નૂતન જળને ઉડાડવામાં એવો અર્થ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org