________________
શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ
(પ્રથમ વિભાગ) સંબંધી અભિપ્રાય
( ૧ ) આચાર્યવર્ય શ્રીમાનતંગસરિનું સ્તોત્ર જૈન જગતમાં બહુ વિખ્યાત છે. તેમના કર્તા સૂરિ પ્રવરને આજે સેંકડો વર્ષો વીત્યા છતાં તેઓ કૃતિરૂપે અમર છે, અને એ અમરતાનાં મુખ્ય કારણે તેઓશ્રીની કૃતિમાં રહેલ શબ્દ-લાલિત્ય, અખંડિત રસપ્રવાહ, સુંદર કાવ્ય-ચમત્કૃતિ અને ભાગીરથીના જલસમાન આત્માના હૃદયંગમ ભાવો છે. આ પ્રભાવક રસ્તોત્રનાં અનેક અનુકરણે થયાં છે. કમભાગે તે બધાં અત્યારે ઉપલબ્ધ નથી, છતાં જે અનુકરણે બહાર પડે છે તે જોતાં હૃદય જરૂર ફુલાય છે. જૈન મહર્ષિઓએ પિતાને નિવૃત્તિ-સમય જ્ઞાનધ્યાન સાહિત્યસેવામાં ગાળે છે, જેમની સાહિત્યસૃષ્ટિમાં ઉંચી શ્રદ્ધા સાથે ધર્મભાવના પષાય અને ચાતકની પેઠે વાચકનું મન આકર્ષાય એવું સુંદર તત્ત્વ-મિલન હોય છે. શ્રીનેમિભક્તામર અને શ્રી વીરભક્તામર એ તેના સુંદર નમુના છે. આ બન્ને ભક્તામરે શ્રીજૈનશ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રસિદ્ધ થએલ છે જે તેમાં રહેલ કવન-સામર્થ્યથી જેટલી પ્રસિદ્ધિમાં આવવાં જોઈએ, તેટલાં પ્રસિદ્ધ થયાં નથી. અલબત આબાળગે પાળપ્રિય મૂળ ભક્તામરરતોત્રની પ્રતિષ્ઠાને આ બન્ને ભક્તામરો પામશે કે કેમ? તે શકનીય છે. છતાં આ તે અતિ પ્રયાસથી જાહેરાતમાં મૂકાતાં વિશેષ ઉચ્ચ કક્ષાને પામે એ શક્ય છે.
હમણાં આગોદયસમિતિએ આ બન્ને રોગોનું મૂળ ટીકા-ભાષાંતર વિવેચનવાળું પુરતક જૈન જગતુ સમક્ષ મૂક્યું છે. વીરભક્તામરના કર્તા ઉપાધ્યાય શ્રી ધર્મવર્ધનગણિ છે. તેમણે આ ભક્તામરમાં ટૂંકાણમાં સારી શૈલીથી વીર ભગવાનના જીવનને આલેખ્યું છે. પ્રભુના પૂર્વ ભવજન્મમહોત્સવ–શ્રીગૌતમસ્વામી-શ્રેણિક-ચંદનબાળા વિગેરે પ્રસંગે અને વીરતાની યથાર્થ તાને કે છતાં સુંદર પરિચય આપે છે તેમજ કવનપદ્ધતિ સરલ, રોચક અને શૈઢ ભાવવાહી છે અને ટીકા પણ પિતાની જ હોઈ અર્થની સ્પષ્ટતા કરવા પૂરતું લક્ષ્ય રખાએલ છે.
બીજું શ્રીનેમિભક્તામર તે શ્રીભાવપ્રભસૂરિનું છે, જેણે નેમિનાથ પ્રભુનું ખ્યાન હદયંગમ આપ્યું છે, જેની કાવ્યપ્રસાદી શિષ્ટ-ક્લિષ્ટ, સુંદર ચમકૃતિવાળી અને પ્રૌઢ પાહિત્યભરી છે, જેમાં એક વાર જેવા તેવાની ચાંચ ખુંચે તેમ નથી. ટીકાથી ક્લિષ્ટતાને સરળ કરી છે.
પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીઆએ આ બને તેના શબ્દાર્થ, અન્વય, ભાષાંતર અને વિવેચન કરેલ છે. વિવેચનમાં અનેક ઉપયોગી માહિતી આપેલ છે એટલે મૂળ ગ્રન્થને વિશ્વવ્યાપી બનાવવા માટે આ પદ્ધતિ બહુજ ઉત્તમ છે.
આ પુસ્તક સંસ્કૃતના અભ્યાસીઓ અને સંસ્કૃતના અનભિજ્ઞ એમ બન્ને વર્ગને અનુકૂળ થઈ પડે તેવી ઢબનું છે. પુરતકને સપોગી બનાવવા માટે પૂરતે શ્રમ લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org