Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 296
________________ श्रीसरस्वतीस्तवः ૨૦૧ सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥५॥ સમત (પ્રાણીના) મનના સંશયને દૂર કરનારી, સંસારમાં ઉત્પન્ન થયેલા મોટા પાપનું નિવારણ કરનારી, સકળ સદ્દગુણની શ્રેણિને ધારણ કરનારી એવી સરસ્વતી –૫ प्रबलवैरिसमूहविमर्दिनी, नृपसभादिषु मानविवर्द्धिनी । नतजनोदितसङ्कटभेदिनी, हरतु मे दुरितानि सरस्वती ॥ ६ ॥ પરાક્રમી વૈરીને સમુદાયનું મર્દન કરનારી, રાજ-સભાદિકને વિષે સન્માનને વધારનારી, નમન કરેલા માનવોના ઉદયમાં આવેલાં કષ્ટોને કાપનારી એવી સરસ્વતી –૬ सकलसद्गुणभूषितविग्रहा, निजतनुद्युतितर्जितविग्रहा । विशदवस्त्रधरा विशदद्युति-हरतु मे दुरितानि सरस्वती ॥७॥ સકળ સદ્ગુણથી અલંકૃત દેહવાળી, વળી જેણે પિતાના દેહની યુતિ વડે (રાજહંસ જેવા) પક્ષીઓને (અથવા સંગ્રામને કે કુહને) પરાસ્ત ક્યાં છે એવી, તથા વિશદ વસ્ત્ર ધારણ કરનારી તેમજ નિર્મળ પ્રભાવાળી એવી સરસ્વતી –૭ भवदवानलशान्ति(न्त्य ?)तनूनपा-द्वितकरैकृतिमन्त्रकृतकृपा। भविकचित्तविशुद्धिविधायिनी, हरतु मे दुरितानि सरस्वती ॥ ८॥ સંસારરૂપ દાવાનલને શાન્ત કરવામાં મેઘ સમાન, (જીવોને) હિતકારી, ઐકારના જાપથી જેણે કૃપા કરી છે એવી તથા ભવ્ય (જને)ના ચિત્તને નિર્મળ કરનારી એવી સરસ્વતી –૮ तनुभृतां जडतामपहृत्य या, विबुधतां ददते मुदिताया। मतिमतां जननीति मताऽत्र सा, हरतु मे दुरितानि सरस्वती ॥९॥ પૂજન થતાં આનંદ પામી જે પ્રાણીઓના અજ્ઞાનને દૂર કરીને વિદ્વત્તા અપે છે અને જે આ જગતમાં બુદ્ધિશાળીઓની માતા તરીકે મનાય છે, તે સરસ્વતી –૯ सकलशास्त्रपयोनिधिनौः परा, विशदकीर्तिधराऽङ्गितमोहरा । जिनवराननपद्मनिवासिनी, हरतु मे दुरितानि सरस्वती ॥ १० ॥ સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રને વિષે નૈકા સમાન, ઉત્તમ, નિર્મળ કીર્તિવાળી, પ્રાણીઓના અજ્ઞાનો નાશ કરનારી, જિનેશ્વરના મુખ-કમલમાં નિવાસ કરનારી એવી સરસ્વતી–૧૦ इत्थं श्रीश्रुतदेवता भगवती विद्वज्जनानां प्रसः । सम्यग्ज्ञानवरप्रदा घनतमोनिर्नाशिनी देहिनाम् । श्रेयःश्रीवरदायिनी सुविधिना सम्पूजिता संस्तुता, ___ दुष्कर्माण्यपहत्य मे विदधतां सम्यक्श्रुतं सर्वदा ॥ ११ ॥-शार्दूल० આ પ્રમાણે સુવિધિ પૂર્વક પૂજન કરાયેલી તેમજ રતવાયેલી ભગવતી શ્રીશ્રત-દેવતા કે જે પડિત પુરૂષોની માતા છે, જે યથાર્થ જ્ઞાનરૂપ વરદાન આપનારી છે, જે પ્રાણીઓને ગાઢ અજ્ઞાનને વિનાશ કરનારી છે તેમજ જે કલ્યાણરૂપ લક્ષ્મીના વરદાનને (પણ) દેનારી છે, તે (સરરવતી) મારાં દુષ્કૃત્યને દૂર કરીને મારા મૃત (જ્ઞાન)ને સર્વદા યથાર્થ કરે.–૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312