________________
[ શ્રીપાર્લ–
૧૫૬
पार्श्व-भक्तामरम् ઉત્પન્ન થયા હોય અથવા તો ફરીથી ત્યાંથી મરીને કે અન્ય કોઈ બાદર પૃથ્વીકાયાદિક કે દ્વીન્દ્રિયાદિક તરીકે ઉત્પન્ન થઈ રતૂમ નિગોદમાં ફરીથી ઉત્પન્ન થયા હોય. બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગદની ભિન્નતા–
બાંદર નિગોદ ચર્મચક્ષુવાળાને દૂથ છે અર્થાતુ તેને આપણા જેવા જ જોઈ શકે છે, જ્યારે સૂમ નિગદ સર્વજ્ઞ-ગમ્ય છે. બાદર નિગોદની વ્યવહાર રાશિમાં ગણના થાય છે, જ્યારે (અનાદિ) સૂક્ષ્મ નિમેદની અવ્યવહાર રાશિમાં ગણના થાય છે. બાદર નિગોદ તેમજ સુક્ષ્મ નિગદ એ બંને શરીરો અનન્ત જીવોના નિવાસસ્થાનરૂપ છે અને વળી કોઈ પણ કાળે મુક્તિએ ગયેલા જીવોની સખ્યા વિષે વિચાર કરતાં તે બાદર અથવા સૂક્ષ્મ નિગોદના અનન્તમે ભાગે છે એમ કહેવાય છે, કેમકે નિમેદના જીવોની સંખ્યાને આઠમા અનન્તમાં અંતર્ભાવ થાય છે અને સિદ્ધ જીવોની સંખ્યાને તો પંચમા અનન્તમાં અંતર્ભાવ થાય છે. છતાં પણ બાદર નિગોદ કરતાં સૂમ નિદની સંખ્યા અસંખ્યાતગણી છે. બાદર પૃથ્વીકાયાદિક ચતુષ્ટયમાં એક પર્યાની નિશ્રાએ અસંખ્યાત અપર્યાપ્ત જીવે છે અને સુમિ-પૃથ્વીકાયાદિક ચતુષ્ટયમાં એથી વિપરીત હકીકત છે, પરંતુ ભાદર નિગોદ અને સૂમ નિગોદના સંબંધમાં કોઈ એવો વિશિષ્ટ ઉલ્લેખ મારા જોવામાં આવ્યો નથી.
વળી બાદર નિગોદ લોકના અસંખ્યાતા ભાગમાં છે, જયારે સૂક્ષ્મ નિગદ તે ચૌદ રજજુ પ્રમાણભક લોકમાં સર્વત્ર સમસ્ત આકાશ-પ્રદેશમાં છે. વિશેષમાં બાદર નિમેદની તેમજ સૂમ નિગોદની આયુષ્ય રિથતિ કહે કે ભવ-રિથતિ કહે છે તે અંતમહૂર્તની છે, જ્યારે તેની કયરિસ્થતિ તે અનુક્રમે સીત્તર કડાકોડી સાગરોપમની અને અસંખ્ય ઉત્સપિણી-અવસણની છે. અનન્ત કાળ --
કાળ આદિ અને અન્નથી રહિત હોવાથી તેને “અનન્ત' કહેવામાં આવે તેમાં કોઇને વાંધો હઈ શકે નહિ. જૈન શાસ્ત્રમાં એને આઠમાં અનન્ત તરીકે ઓળખાવવામાં આવે છે તે પણ વાત વાસ્તવિક જણાય છે, પરંતુ પ્રતુતમાં જે કાળને અનન્ત તરીકે આ પધમાં સૂચવે છે તેને જૈન શાસ્ત્રમાં જે અનન્તના મુખ્ય નવ પ્રકારે પાડેલા છે તે પૈકી કયા પ્રકાર તરીકે ઉલ્લેખ થઈ શકે એ સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કિન્તુ આને ઉત્તર હું આપી શકતો નહિ હોવાથી એ દષ્ટિએ આ પ્રશ્ન ન વિચારતાં અત્ર હું અન્ય દષ્ટિએ એ વિચારું છું.
૧ સૂરમ નિગદ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ શ્રી ઋષભ-પંચશિકાની ૩૩મી ગાથાનું સ્પષ્ટીકરણ ૨ બટાકા, કાંદા વિગેરે બાદર નિગોદ છે. ૩ આની માહિતી માટે જુઓ લોકપ્રકાશ (સ. ૧, શ્લ૦ ૨૦૩).
જ એકજ જાતિના શરીરમાં ફરી કરીને લાગલગટ ઉત્પન્ન થવામાં જેટલું કાળ વ્યતીત થાય તે “કાય-સ્થિતિ ' કહેવાય છે. જેમકે પૃથ્વીકાયને કોઈ જીવ આયુષ્ય પૂર્ણ થતાં વારંવાર પૃથ્વીકાયમાંજ ઉત્પન્ન થાય તે આ કાય આશ્રીને તેની સ્થિતિ તે પૃથ્વીકાય-સ્થિતિ કહેવાય.
પ આના સ્વરૂપ માટે જુઓ શ્રીદેવેન્દ્રસુરિત ચતુર્થ કર્મ (ગા. ૭૧,૮૩-૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org