________________
૧૩૪
पार्श्व-भक्तामरम्
[શ્રીપા
"ये स्त्रीशस्त्राक्षसूत्रादि-रागाद्यङ्ककलङ्किताः । निग्रहानुग्रहपरा-स्ते देवाः स्युन मुक्तये ॥ नाट्याट्टहाससङ्गीता-युपप्लवविप्तस्थुलाः । સમપુ: "રાન્ત, કાન ગાળાના વથી !''
–યોગશાસ્ત્ર પ્ર૦ ૨, શ્લ૦ ૬-૭ અર્થાતુ જે દેવો સ્ત્રી, શત્ર, જપમાળા ઈત્યાદિ રાગાદિ ચિનેથી કલંકિત છે તેમજ જેઓ ( નિન્દાને) નિગ્રહ કરવામાં અને (ભક્ત જને ઉપર ) અનુગ્રહ કરવામાં તત્પર છે તે દેવો (ની ભક્તિ) મુક્તિને માટે થાય નહિ.
વળી દે નાટક, અદહાસ્ય, સંગીત ઇત્યાદિ ઉપદ્રવોથી અરિથર બન્યા છે–આત્મસ્વરૂપથી પતિત થયા છે, તેઓ શરણાગત જીવોને કેવી રીતે શાન્ત થાન (મોક્ષ) પ્રાપ્ત કરાવી શકે ?
કહેવાની મતલબ એ છે કે જે દેવ ત્રીથી યુક્ત છે, તે કામદેવના સપાટામાં આવી ગયેલા છે એ સુસ્પષ્ટ હકીકત છે; કેમકે નહિ તે તેમને સ્ત્રી રાખવાનું શું પ્રયોજન છે? આથી કરીને તે જે જે દેવે સ્ત્રીયુક્ત છે તે સુદેવ નથી એવો ધ્વનિ નીકળે છે.
વળી જે દેવ શસ્ત્ર ધારણ કરે છે, તેમનામાં કષાગ્નિ પ્રજવલિત થયેલો છે એમ સમજી શકાય છે. કેમકે કઈક શત્રને શિરચ્છેદ કરવા માટે જ તેમને શસ્ત્ર રાખવાની જરૂર પડી હશે. આ ઉપરથી તો વળી તેવા દેવો ભયભીત છે એમ પણ સૂચન થાય છે અને જે સર્વથા નિર્ભય ન હોય તે સર્વજ્ઞ પણ ન હોય એ તરફ ધ્યાન આપતાં જોઈ શકાય છે કે આવા દેવેને સુદેવ નજ કહી શકાય.
વળી જે દેવ જપમાળા રાખે છે તે ઉપરથી તેઓ અપૂર્ણ હોવાનું પણ અનુમાન થાય છે, કેમકે શું જપમાળા રાખ્યા વિના તેઓ જેનું ધ્યાન ધરવા માંગે છે, તેનું ધ્યાન ન ધરી શકે? શું કદાચ ભૂલચૂક થઈ જવાના ભયથી તેઓ જપમાળા રાખે છે?
વળી જ્યારે તેઓ પણ કોઈ મોટા દેવના નામની માળા ફેરવી રહ્યા છે, તે પછી તેમને મૂકીને તેઓ જેમના ગુણ ગાવા કટિબદ્ધ બન્યા છે તેમની જ ઉપાસના કરવી તે શું વાસ્તવિક નથી? જે સ્વયં દરિદ્રી હોય તે બીજાને ધનાઢ્ય બનાવી શકે ખરો ?
પિતાના રાગી જનો ઉપર તુષ્ટ થવું અને દ્રષી જન ઉપર પુષ્ટ થવું અર્થાતુ પોતાના ગુણ ગાનારને અનુગ્રહ કરવો અને પોતાની નિન્દા કરનારાને નિગ્રહ કરવો એ સુદેવને તે નજ શોભે કેમકે આવું કાર્ય તો રાગ-દ્વેષથી યુક્ત જીવજ કરી શકે અને જેનામાં રાગ-દ્વેષને અંશ પણ રહેલો હોય–જે સર્વથા વીતરાગ ન હોય તે સુદેવ–પરમેશ્વર કહેવાય જ કેમ ?
વળી નાટક, ચેટક કે સંગીતમાં જે દેવને રસ પડે છે, તે આત્મ-રમણતાથી બહિર્મુખ છે એમ સૂચન થાય છે. હજી એને કંઈ નવીન જવાનું, જાણવાનું કે સાંભળવાનું બાકી હોય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org