________________
ભક્તામર ]
श्रीधर्मसिंहसूरिविरचितम्
પધાર્થ બ્રાહ્મોને વાવૈભવ તેમજ તેનાં કુડળોની કાન્તિ
“હે બ્રાહ્મી ! રચના વડે અત્યંત મનોહર એ તારી વાણુ-વૈભવ જે વિજયી વર્તે છે, તે અન્યને નથી. (પરંતુ આ હકીકત વ્યાજબી છે, કેમકે) ચન્દ્ર અને સૂર્યનું (પ્રભામાં) અતિક્રમણ કરનારાં ( અર્થાત્ તેના કરતાં પણ વધારે તેજવી) એવાં તારાં કુડળની જેટલી કાન્તિ છે, તેટલી કાન્તિ ઉદયમાં આવેલા (અર્થાતુ ઉગેલા) એવા ગ્રહના સમુદાયની ૫ણ (ખરેખર) ક્યાંથી હોય ?”–ડક
સ્પષ્ટીકરણ ગ્રહ-વિચાર–
જૈન શાસ્ત્રમાં દેવોના ભવનપતિ, વ્યન્તર, તિક અને વૈમાનિક એમ જે ચાર ભેદે પાડવામાં આવ્યા છે, તેમાં વળી જતિષ્કના સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદે પડે છે. આ સર્વ જ્યોતિષ્ક અતિસ' શબ્દ સૂચવે છે તેમ સ્વયં પ્રકાશમાન છે; અથતું ચન્દ્ર સૂર્યના પ્રકાશથી શોભે છે એ પ્રકારના પાશ્ચાત્ય ખગોળ વિધાના મન્તવ્ય સાથે જૈન દર્શન મળતું આવતું નથી. જમ્બુદ્વીપમાં બે સૂર્ય અને બે ચન્દ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા એ ચન્દ્રને પરિવાર છે.’ ૮૮, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ ‘કાટાકેટિ તારા એ પ્રત્યેક ચન્દ્રને પરિવાર છે. તેમાં ૮૮ ગ્રહનાં નામે સૂર્ય-પ્રજ્ઞપ્તિના ૧૦૧ મા સુત્ર પ્રમાણે નીચે મુજબ છે –
(૧) અંગારક (મંગળ), (૨) વિકાલક, (૩) લેહિત્યક, (૪) શનૈશ્ચર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કટક, (૧૭) અજકરક, (૧૮) દુન્દુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શિખવા , (૨૨) કંસ, (ર૩) કંસનાભ, (૨૪) કંસવભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (ર૭) રૂપી, (૨૮) રૂપ્યભાસ, (૨૯) ભરમ, (૩૦) ભમરાશિ, (૩૧) તિલ, (૩ર) તિલપુષ્પવર્ણક, () દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વધ્ય, (૩૭) ઇન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરિ, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪ર) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામપર્શ, (૪૮) (૫૪) અરૂણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વરિતક, (૫૯)
૧ ગ્રહાદિકને ચન્દ્રનો પરિવાર ગણવામાં આવે છે તે વ્યાજબી છે, કેમકે કે સુર્ય અને ચંદ્ર બંને ઇન્દ્રો છે, છતાં પણ ચદ્ર મહદ્ધિક છે. વળી સૂર્ય મંગળાદિકના તેજનો રક્ષક નથી પણ અભિભાવક છે–તેને નિસ્તેજ કરનારો છે.
૨ બટાટિ' થી શું સમજવું તે સંબંધમાં મત-ભેદ છે. જુઓ બૃહત્સંહિણીની શ્રીમલયગિરિત ત્તિ (પત્રાંક ૪૦). ૩ હિંદુ શાસ્ત્રમાં નવ ગ્રહો માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે
"सूर्यश्चन्द्रो मझलश्च, बुधश्चापि बृहस्पतिः । શુક્રઃ શનૈશ્વરો રાહુ, તુતિ પ્રદાન ૧”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org