________________
सरस्वती-भक्तामरम्
[ સરસ્વતી
અર્થાતુ પિતાની કુશલતાના બળથી ઉદ્ધત બનેલાં એવાં હિંસક પ્રાણુઓ વનમાં ઘણાં હોય છે, પરંતુ એકલા સિંહનાજ અલૌકિક બળની અમે સ્તુતિ કરીએ છીએ, કેમકે તેને અહંકારથી યુક્ત હુંકાર સાંભળતાં જ કોલ-કુલો કેલિ, મંદકલો મદ, નહિ કોલાહલ અને મૅહિષે હર્ષ ત્યજી દે છે.
આ પ્રત્યુત્તર સાંભળને શ્રીહર્ષને ક્રોધ ઉતરી ગયે. રાજાએ પણ એ પડિતની પ્રશંસા કરતાં કહ્યું કે તમે સમયજ્ઞ છે, કેમકે અહિઆ પ્રતિવાદીપણાનું કંઈ કામ હતું નહિ. આમ કહીને હીરના વૈરીને અને શ્રીહર્ષને રાજાએ પરસ્પર ભેટાડ્યા અને ઉભયને મિત્રાચારી કરાવી રવાના કર્યા.
એક વાર રાજાએ શ્રીહર્ષિને કહ્યું કે હે વાદીન્દ્ર ! કોઈ ઉત્તમ પ્રબંધ ર. રાજાની સૂચનાને માન આપીને તેણે દિવ્ય રસવાળું અને અતિગૂઢ વ્યંગ્યવાળું નૈષધ-કાવ્ય રચ્યું અને રાજાને તે બતાવ્યું. આ જોઈને તેણે કહ્યું કે તમે કાવ્ય તે બહુ સારૂ રચ્યું છે. પરંતુ કાશ્મીર જઈને ત્યાંના પડિતોને આ બતાવો. ત્યાં શારદાપીઠ ઉપર સરસ્વતી સાક્ષાત્ બીરાજે છે તેના હાથમાં આ ગ્રન્થ મૂકે. સરસ્વતીને જે પ્રબન્ધ રૂચ નહિ હોય તેને તે કચરાની પેઠે ફેંકી દે છે, જ્યારે તેને જે પ્રબન્ધ તે હોય છે તેને તે માથું હલાવતાં સારે કહી રવીકારે છે અને તેમ થતાં તે વખતે પુષ્પવૃષ્ટિ પણ થાય છે.
રાજાએ આપેલા દ્રવ્યથી મહાસામગ્રી તૈયાર કરાવી શ્રીહર્ષ કાશમીર” ગયે. ત્યાં જઈને તેણે આ પ્રબન્ધ સરસ્વતીના હાથમાં મૂક્યું એટલે તેણે તેને ફેંકી દીધે. ત્યારે શ્રીહર્ષે તેને કહ્યું કે તું ઘરડી થઈ તેથી તારી અક્કલ ગઈ છે કે શું મારા પ્રબન્ધને પણ અન્યના પ્રબન્ધ જેવો ગણે છે ? સરસ્વતીએ ઉત્તર આપ્યો કે આ પ્રબન્ધના ૧૧મા સર્ગમાં ૬૪માં લોકમાં તે મને વિષ્ણુની પત્નીરૂપે વર્ણવી છે અને એમ કરીને મારી કુમારિકા તરીકેની કીર્તિને બટ્ટો લગાડ્યો છે, માટે મેં આ પ્રબંધને ફેંકી દીધે.
આ પ્રમાણેનું સરસ્વતીનું કહેવું સાંભળીને શ્રીહર્ષે કહ્યું કે એક અવતારમાં તે નારાયણને પતિ તરીકે સ્વીકાર્યા હતા, તેથી પુરાણમાં તને વિષ્ણુ પત્ની તરીકે ઓળખાવવામાં આવી છે. આના આધારે મેં આ વાત મારા કાવ્યમાં લખી છે, તો પછી તું ગુરસે કેમ થાય છે? કેપ કરવાથી કલંક ભૂસાઈ જતું નથી.
આ પ્રમાણેને ઉત્તર સાંભળીને સરસ્વતીએ પિતાની મેળે પુરતક હાથમાં લીધું અને સભા સમક્ષ તેની ઘણું પ્રશંસા કરી. શ્રીહર્ષ ત્યાંના પણ્ડિતેને કહ્યું કે આ ગ્રન્થ અહિના
૧ ડુકકર. ૨ મદોન્મત્ત હાથી. ૩ શ્લેષ્ઠ જાતિ. ૪ પાડા, ૫ આ રહ્યા તે શ્લેક –
" देवी पवित्रितचतुर्भुजघामभागा
बागालपत् पुनरिमा गरिमाभिरामाम् । एतस्य निष्कृपकृपाणसनाथपाणे:
पाणिग्रहादनुग्रहाण गणं गुणानाम् ॥"-बसन्ततिलका
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org