________________
પ્રસ્તાવના “શ્રીવિજયસેન સુરીશ્વરવાણુ તપગચ્છ રાજે જાણી; વિનયકુશલ પંડિત વર ખાણી, તસ ચણે ચિત્ત આણી. . જી. મે. ૧૪. વરસ સાતશે રોગ હીયાસી (૮), સૂધ સંયમ પાલે;
મુનિ શાંતિકશલ એમ પ્રજંપ, દેવલોક ત્રીજો સંભાલે. ૨. જી. મે. ૧૫.” આ કૃતિ શ્રાવક ભીમસિંહ માણેકે પ્રસિદ્ધ કરેલ સક્ઝાયમાળા (ભા. ૧, પૃ. ૪૦૩૪૦૪)માં છપાયેલી છે.
આ ઉપરાંત સં. ૧૬૭૭ વૈશાખ વદિ ૧૧ ને બુધવારે થાણામાં રચેલી ઝાંઝરીઆ ઋષિની સઝાય પણ તેમની કૃતિ છે. કેમકે આના અંતમાં એવો ઉલ્લેખ છે કે –
સંવત સેલસતત્તરે (૧૬૭૭), થાણું નગર મઝારિ હૈ, વઈશાખ વદિ એકાદસી, યુણિક મિ બુધવાર હે. ૧૦૦ વિજ્યદેવસૂરીસરૂ, ગણધર પદ ગણધાર છે, તપગચ્છનાયક ગુણ નિલઉ, જિનસાસનઉ સિણગાર હે, ઝાં. ૧ વિનયકુશલ પંડિતવરૂ, પંડિતપદ સિરતાજ હૈ,
શાંતિકુશલ ભાવિઈ ભણઈ, સફલ સફલ દિન આજ હે. ૨ રવર્ગરથ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસુરિસંકલિત પ્રશસિત-સંગ્રહમાં નોંધેલ અર્જુનમાલિમનિકથાના અન્તમાં એવો ઉલ્લેખ છે કે –
" संवत् १७४५ वर्षे कार्तिकमासे कृष्णपक्षे चतुर्दश्यां तिथौ हाजीषाणमध्ये पं. गणिशान्तिकुशलTગરિરા( ૪િ)ષ્ય માર્જિવિત ”
આમાં શ્રીશાન્તિકુશલગણિનું નામ નજરે પડે છે ખરું, પરંતુ તેજ પ્રસ્તુત સ્તવનના કર્તા છે કે નહિ તે તેમના ગુરૂના નામને નિર્દેશ નહિ હોવાથી નિશ્ચયરૂપે કહી શકાય નહિ
એ પ્રમાણે નિમ્નલિખિત– ___" इति श्रीतपागच्छे भट्टारकश्रीहीरविजयसूरिविजयमानराज्ये पूज्यपण्डितश्रीलक्ष्मीरुचिगणिशिष्यपण्डितश्रीविमलकुस(श)लगणिशिष्यपण्डितविनयकुस(श)लगणिविरचिते दानादिकुलकचतुष्कबालावबोधे चतुर्थभावनाकुलकबालावबोधे( धः ) समाप्तः । सं. १७६१ वर्षे मी(मि)ति श्री।"
–પ્રશસ્તિમાં વિનયકુશલનું નામ જોવાય છે, પરંતુ ત્યાં ૧૭૬૧ની સાલ આપેલી હોવાથી અથવું પ્રસ્તુત સ્તવનમાં ૧૬૬૭ની સાલ હોવાથી ગુરૂ શિષ્ય પછી પણ લગભગ સો વર્ષ જીવ્યા હોય એ વાત ઘટી શક્તી નથી એમ શંકા ઉદ્દભવે, પરંતુ તે અસ્થાને છે. કેમકે શ્રીહીરવિજયસરિના રાજ્યને ઉલ્લેખ કર્યો છે તે ભૂલવું જોઈએ નહિ. વળી સં. ૧૭૬ ૧ તે લિપિનકાલ છે, પરંતુ રચના-સમય નથી.
વિશેષમાં આ મુનીશ્વરે ૩૩ કડીનું ભારતી-સ્તોત્ર પણ ગુજરાતીમાં રચ્યું છે એમ જૈન ગૂર્જર કવિઓ'ના ૪૭રમાં પૂષ્ઠ ઉપરથી જાણી શકાય છે. એને પ્રારંભ નીચે મુજબ છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org