Book Title: Kadwa Pravachan Author(s): Tarunmuni Publisher: Tarun Kranti Munch Trust Delhi View full book textPage 8
________________ પરંતુ તેઓ જૈનમુનિ શા માટે છે ? રાજનીતિક કે સામાજિક કાર્યકર શા માટે નહીં ? તેઓ કહે છે. “હું જૈન તરીકે પેદા થયો. બાળપણમાં જ મહાવીરબોધ તરફ આકર્ષાયો અને ત્યારથી એવું માની રહ્યો છું કે ધર્મ આદર્શોના પ્રચારનો મંચ પૂરો પાડે છે. મહાવીરના સમયથી થયેલા મુનિઓમાં તરુણસાગર સૌથી નાની ઉંમરના છે. બુંદેલખંડના એક સામાન્ય પરિવારમાં જન્મેલા તરુણસાગર ૧૩ વર્ષની ઉંમરે વૈરાગી થઈ ગયા હતા. જૈન ધર્મ અને સમાજ સુધારનું જે મિશ્રણ તેમણે અપનાવ્યું, તેની સરખામણી કોઈ પણ જૈન આચાર્ય સાથે થઈ શકે તેમ નથી. પરંતુ તરુણસાગર ઇતિહાસ, પદાનુક્રમ અને પરંપરાઓને પડકારતાં નથી ડરતા. તેમની ઉપર જૈન સાહિત્યનું વેપારીકરણ કરવાનો, પોતાના અનુયાયીઓ બનાવવાનો અને મહાવીરની પરંપરામાં વિઘ્ન નાખવાનો આરોપ છે, પરંતુ જો તેનું પરિણામ શાકાહાર, વિશ્વમાં શાંતિ સ્વરૂપે નીકળે તો તેઓ તમામ આક્ષેપ સહી લેવા તૈયાર છે. સાભાર : ઇન્ડિયા ટૂડે (૨૭ ઓકટોબર, ૨૦૦૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128