Book Title: Kadwa Pravachan Author(s): Tarunmuni Publisher: Tarun Kranti Munch Trust Delhi View full book textPage 6
________________ વર્તમાન લોક’નાં, અવનવા શબ્દો એ સ્વરોના સમ્રાટ પૂ. તરુણાસાગરજી મહારાજ પણ પોતાની વાણીની ક્રાંતિથી માણસના મન-બગીચામાં શાંતિનાં બીજ વાવી રહ્યા છે. તેઓ ‘ક્રાંતિકારી મુનિ' તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત અવશ્ય છે, પણ તેઓનું દરેક વક્તવ્ય “શાંતિ'ના પાયા પર રચાયેલું જોવા મળે છે. શાંતિ, પછી એ મનની હય, માનવીની હોય કે આ મહાસંસારની હોય; તેમની વાણી શાંતિનાં વૃક્ષો વાવતી ચાલી રહી છે. (પ્રખર સત્ય તો એ છે કે વર્તમાન પરિસ્થિતિને આવા જ સંત જોઈએ છે જે પોતાની ભાષા, વાણી અને સુસંવાદથી વાતાવરણની કલુષિતતા, તાણ અને મનભેદને દૂર કરી શકે અને શાંતિની સ્થાપના કરી શકે.) આ દેશે મહાત્મા ગાંધીની ક્રાંતિ (અસહ્યોગ આંદોલન વગેરે), વિનોબાજીની ક્રાંતિ (ભૂદાન આંદોલન) અને જયપ્રકાશ નારાયણજીની ક્રાંતિઓ જોઈ છે. એ બધાનો ઉદેશ્ય ‘શાંતિ' જ હતો અથવા તો કહી શકાય કે દરેક ક્રાંતિના ગર્ભમાં શાંતિ સમાવિષ્ટ હોય છે. પરમ પૂજ્ય સંત પ્રવર તણસાગરજી મહારાજ, આ અર્થમાં એક સફળ સંત જ નથી, પણ “ઉદાહરણ' બની ચૂક્યા છે; તેથી તેમનાં કડવાં પ્રવચનો સાંભળીને વાંચીને પોતાના મનની કડવાશ દૂર કરો કે જેથી ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે. તેઓ ન્યાય તોળવામાં પણ સફળ છે. ફક્ત વાચકોને જ તેઓ ભરપૂર ઉપદેશ નથી આપતા, તેઓ પોતાના સંતત્વ પર પણ કટાક્ષ કરવાનું ચૂકતા નથી; જયારે તેઓ લખે છે કે - ‘‘સત ગાય જેવું હોવું જોઈએ, હાથી જેવા નહીં. ગાય માત્ર ઘાસ ખાય છે પણ તેના બદલે તે દૂધ, ઘી, માખણ, છાશ વગેરે આપે છે. પણ હાથી ? તે શેરડી, ગોળ અને માલ ખાય છે. પણ જીવતે જીવ સમાજને કંઈ આપતો નથી.” પ્રસ્તુત પુસ્તિકામાં દરેક પ્રવચન-સૂત્ર'નો ઉલ્લેખ છે. તેથી વાચકોને જરૂર છે કે આ ‘કડવા-સત્ય'ના ઘૂંટડા ખુદ તો પીવે જ, પોતાનાં સંતાનો અને મિત્રવર્તુળને પણ આ પ્રેરણા પીયૂષ પીવા માટે પ્રેરિત કરે. તેઓ અનુભવશે કે માણસના મનની દીવાલો પર જ્યાં ગંદા કચરાના ડાઘ લાગ્યા હતા, ત્યાં ચંદનનો શીતળ લેપ લાગ્યો છે. બસ, એક ઘૂંટડો કડવા-સત્ય (કડવા પ્રવચન)નો જ લેવાનો છે ! જો કે “એક દિવસનો સંબંધ ‘એક સૂત્ર સાથે જોડવામાં આવ્યો છે. પુસ્તકમાં તેથી ૩૬૫ દિવસો માટે ગુરુવર્યના અદીઠ શ્રમ અને વિચારથી એટલાં જ સૂત્ર જન્મ લઈ શકશે, ભલે પુસ્તકને બે-ત્રણ ભાગોમાં પ્રકાશિત કરવું પડે, તે સર્વથા યોગ્ય જ હશે. પ્રતિ દિવસ હજારો પુસ્તકો છાપવાવાળા આ દેશમાં, આ ‘અતિ વિશિષ્ટ કૃતિ” સિદ્ધ થશે એ હું હૃદયથી જાણું છું. તા. ૧૩-૯-૨૦૦૩ (અમદાવાદ પ્રવાસ) સુરેશ જૈન ‘સરલ' ૨૯૩, ગઢાફાટક, જબલપુર (મ.પ્ર.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 128