Book Title: Kadwa Pravachan
Author(s): Tarunmuni
Publisher: Tarun Kranti Munch Trust Delhi

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના કોઈ ધાર્મિક પુસ્તકની પ્રસ્તાવના લખવાનું ઘણું મુશ્કેલ થઈ જાય જયારે એ પુસ્તકના લેખક પોતે જ એક ધાર્મિક કે ધર્માત્મા હોય. પણ, અહીં આ પુસ્તકના લેખક ખુદ સાક્ષાત ધર્માવતાર છે. તેથી મુશ્કેલી ખૂબ વધી ગઈ. પણ પુસ્તકનું વિષયવસ્તુએ અને કૃતિકારે પલાયન થવાનો અવસર ના આપ્યો, પરંતુ અંદરની ઇચ્છાને લખવા માટે વધુ દૃઢ કરી. લીમડાની કડવાશ કોને ગમે ? પણ જે સુજ્ઞજન એના મહત્ત્વ અને એના નામને જાણે છે અને સમજે છે, તેઓ તેનો અલગ અલગ રીતે લાભ મેળવી જ લે છે. કોઈ સવાર-સવારમાં લીમડાના દાતણથી પોતાના દાંત ચમકદાર અને નીરોગી બનાવે છે તો કોઈ લીમડાની કુમળી કુમળી ડાળીઓને ચાવીને પોતાના સ્વાથ્યમાં વધારો કરી લે છે. પ્રસૂતા સ્ત્રી લીમડાના ગરમ પાણીથી સ્નાન કરે જ છે અને પોતાના નવજાત શિશુને પણ સ્નાન કરાવીને સ્વાથ્યમય બનાવે છે. ઘરના કોઈ સભ્યને શીતળા થયા હોય ત્યારે પરિવારના વડીલ ઘર મકાનના દ્વારે લીમડાની ડાળીને ટાંગી વાયુ પ્રદૂષણને શુધ્ધ કરે છે. આ તમામ કામોને જોઈને કોઈ અહીંયાં એમ નહીં કહી શકે કે લીમડામાં કડવાશ છે કે તે ગુણકારી નથી. સંભવિત રીતે આ જ સત્યને જીવવા માટે પરમપૂજય મુનિશ્રેષ્ઠ ક્રાંતિકારી સંત શ્રી તરુણસાગરજીની લેખિનીએ આ પુસ્તકને જન્મ આપ્યો છે. આ પુસ્તકની અંદર ગૂંથેલી પંક્તિઓમાં, અનેક સ્થળો પર વાચકને લીમડાની કડવાશનો સ્વાદ મળશે, પણ એ એટલો પરવશ થઈ જશે કે પુસ્તક હાથમાંથી નહીં છોડી શકે, લીમડાના કડવા ઘૂંટ પીતો જશે અને પોતાના “મન” સ્વાથ્યમાં આપમેળે સુધારો અનુભવતો જશે. તેના મન અને મસ્તિષ્ક સ્વસ્થ થઈ જશે. પુસ્તકની કડવાશમાં આજ ગુણ સર્વશ્રેષ્ઠ ‘રસ' બનીને “આદિથી અંત સુધી એક નિર્મળ ઝરણાની જેમ વહેતો મળે છે અને દરેક પૃષ્ઠ પર મુનિશ્રી પોતાના વચનો પ્રવચનોની કડવાશથી માણસાઈનો ઉપચાર કરતા જોવા મળે છે. દરેક પ્રસંગે, ખરેખર ક્યાંક તેઓ માતાની જેમ શિક્ષણ આપે છે, ક્યાંક પિતાની જેમ શિખામણ, ક્યાંક મિત્રાની જેમ સલાહ-સૂચન તો ક્યાંક ડોક્ટરની જેમ પરેજી પળાવતા હોય છે. જો કે વાંચતી વખતે વાચકોને યાદ રહે છે કે રચનાકાર આપણા ‘પરમ દિગંબર વેશધારી ગુરુ છે, તેથી તેઓ આપણા સમગ્ર માનવતાના પિતા, માતા, મિત્ર, વૈદ્ય અને હિતચિંતક તો છે જ, તે કારણે એમના શબ્દોમાં રહેલા ચાબખા, કોઈ મા દ્વારા તોફાની પુત્રને મળતા ‘ઠપકા' જેવા કોમળ લાગે છે. આ દિગંબર વેશધારીમાં વિચિત્ર છે; તેઓને કટાક્ષ કે ચાબખા માત્ર બાળકો કે જુવાન પેઢી પૂરતાં જ સીમિત નથી, તેઓ જ્ઞાની જૂની પેઢીને સંબોધીને પણ ચાબખા મારતાં અચકાતા નથી. જયારે તેઓ લખે છે “બાળકોને ખૂબ લાયક બનાવજો; પણ એટલા લાયક પણ ના બનાવતા કે કાલે ઊઠીને તમને જ ‘નાલાયક' સમજવા લાગે.” કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મુનિશ્રી માત્ર મુનિ જ નથી; તેઓશ્રી આપણા ‘પરમ-ગુરુ' પણ છે; તેથી વાણી અને શબ્દો દ્વારા સાર્થક ઝાટકણી કડવાશ પ્રદાન કરીને તેઓ પોતાની યથાયોગ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આવા મુનિશ્રેષ્ઠોને માટે જ આપણે મંદિરમાં ભગવાનની પ્રતિમાની સમક્ષ હોવા છતાં પણ કહીએ છીએ. - નમો નો સવ્વ સાદi | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 128