________________
હોવાના કારણે પોતાની સાથે જૈન સંસ્કાર લાવ્યાં હતાં અને જૈન ધર્મ પાળતાં હતાં. દેવબાઈ તેમના સાસુ-સસરાની અનન્ય સેવાચાકરી કરતાં. તેમની એકનિષ્ઠ સેવાથી તેઓ બન્ને અતિ પ્રસન્ન રહેતાં. તેઓ દેવબાઈની સેવાથી સંતુષ્ટ થઈ તેમની કુક્ષિએ પ્રભાવશાળી રત્ન પાકે એવી અંતરની આશિષ વારંવાર આપતાં.
મહાપુરુષોનાં જીવનની આસપાસ સૂચક ઘટનાઓનું વર્તુળ ઉદ્દભવતું હોય છે, તેમ શ્રીમદ્દ્ગા જન્મ પહેલાં આ સેવાભાવી દંપતીને કુળદીપક પુત્રનાં માતા-પિતા થવાની આશિષો મળેલી. દેવબાઈને પુત્ર ન હોવાથી તેઓ વવાણિયાના યોગિની રામબાઈબા પાસે ગયાં હતાં. ત્યારે રામબાઈએ તેમને પુત્ર થશે એમ કહી ધીરજ આપી હતી અને તેમના પુત્ર વિષે આગાહી કરતાં કહ્યું હતું કે તે શરદના ચંદ્રમા જેવો, કવિઓમાં શિરોમણિ થશે. વળી, તેમણે જણાવ્યું હતું કે તે પુત્ર તેમનાં આંગણાં અજવાળશે, સોરઠની નામના વધારશે, તેનાં મંદિરો થશે અને તેના શબ્દ શબ્દ જ્ઞાનીઓ તથા સાધકો સિદ્ધિ મેળવશે. વળી, શ્રી રવજીભાઈએ એક ઓલિયા ફકીરની લાંબા સમય સુધી ખૂબ સેવા-ભક્તિ કરી હતી. તેમણે શ્રી રવજીભાઈનું ભવિષ્ય ભાખ્યું હતું કે તેમને એક મહાપ્રતાપી, પરમ ભાગ્યશાળી પુત્ર થશે.
આવાં ભક્તિવંત અને સેવાનિષ્ઠ માતા-પિતાને ત્યાં વિ.સં. ૧૯૨૪ની દેવદિવાળીએ, અર્થાત્ કાર્તિક પૂર્ણિમાએ રવિવારના દિવસે (૧૦મી નવેમ્બર, ઈ.સ. ૧૮૬૭ના રોજ૧) ૧- શ્રીમની જન્મતારીખ ઈ.સ. ૧૮૬૭ના નવેમ્બરની ૯મી હતી એમ પરંપરાનુસાર મનાય છે, પરંતુ આધુનિક સંશોધનના આધારે અહીં ૧૦મી નવેમ્બર આપી છે. વિ. સ. ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાના રવિવારના દિવસે કઈ તારીખ હતી એ વિશે અધિકૃત પંચાંગ કાર્યાલયોમાં તપાસ કરતાં તથા ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ પાશ્ચાત કૅલેન્ડરોમાં ચીવટપૂર્વક ચકાસણી કરતાં નિશ્ચિતપણે જાણવા મળ્યું છે કે એ રવિવારે ઈ.સ. ૧૮૬૭ના નવેમ્બરની ૧૦મી તારીખ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org