________________
પ્રેરાઈ મેં કઈક લખવા કબુલ્યું અને તે બધા લેખે સમગ્ર ભાવે ધ્યાનપૂર્વક સાંભળી જઈ અત્રે મારા ઉપર તે વિષે પડેલી છાપ સંક્ષેપમાં વ્યક્ત કરું છું. પ્રસ્તુત લેખ વિષે કાંઈક લખું તે પહેલાં અનુવાદક અને મૂળ લેખક વિષે પણ થોડા ઈશારે કરી દેવો ગ્ય ધારું છું.
ભાઈ સુશીલ, મૂળ બંગાળી લેખના અનુવાદક છે. તેમનું બંગાળી ભાષા વિષયનું સચોટ જ્ઞાન કેવું છે. તે જેઓ બીજી રીતે ન જાણતા હોય તેઓ માત્ર આ લેખના વાચનથી પણ બરાબર સમજી શકશે. આ ગુજરાતી અનુવાદો વાંચનારને ભાગ્યેજ એવી કલ્પના આવે છે આ અનુવાદ છે. માત્ર બંગાળી. ભાષાનું પર્યાપ્ત જ્ઞાન જ આ સફળતાનું કારણ નથી. ભાઈ સુશીલની ગુજરાતી ભાષા અને લેખનશૈલી એ જેમ સાધારણ નથી તેમ અપકવ પણ નથી, એ વસ્તુ, કેવળ અલેખ ખાતર પણ જૈન પત્ર વાંચનાર જગતને કહેવાની જરૂર રહેતી જ નથી. બંગાળી અને ગુજરાતી ભાષાને ઠીક ઠીક પરિચઝ ધરાવનાર તથા લેખનશક્તિસંપન્ન અનેક ભાઈઓ અને ઠીક બહેને સુદ્ધાં આજે ગુજરાતમાં છે છતાં એમાંના કેઈએ પ્રસ્તુત લેખેના અનુવાદનું કામ કર્યું હોત તે તે આટલું સફળ થાય એ વિષે મને ભારે શંકા છે. કારણ, એવા લેખકો પૈકી કોઈને જૈન શાસ્ત્રીય જ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org