________________
પ્રસ્તાવના
પ્રસ્તાવના એટલે શું? પ્રસ્તાવ શબ્દનો અર્થ ઉચિતિ થાય છે. તે અવસરને ઉચિત, સભાને ઉચિત, પ્રકરણને ઉચિત, બોલવું, લખવું, ગોઠવવું, પ્રતિપાદન કરવું, આ બધા પ્રસ્તાવનાના પર્યાય १ प्रस्तावे भाषितं वाक्यं प्रस्तावे दानमंगिनां । प्रस्तावे वृष्टिरेल्पावि, भवेत् कोटिफलप्रदा । (૧) અર્થ : અવસરે બેલાયેલું વચન, અવસરે આપેલું દાન, અને અવસરે થયેલી વૃષ્ટિ, ઘણા મોટા ફળનું કારણ થાય છે. અહીં પ્રસ્તાવ, જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈને અનુરૂપ. થોડું લખવાનું છે.
પ્રશ્ન : આ જગતના માણસની સંખ્યામાં, ઓછામાં ઓછા જૈનધર્મ પાળનારા માણસો હોય છે. તેમાં પણ સમજનારા તે સાવ થોડા હોય છે. અને સમજવા છતાં, આદર કરનારા, તેમાં પણ ખૂખે થોડા હોય છે. તો પછી જિનેશ્વરદેવની આજ્ઞા માનનારાની સંખ્યા કેટલી? અને જો આજ્ઞા ન માને તેવાઓમાં માણસાઈ આવેજ નહિ. તે શું? આ સંસારમાં લાખોની સંખ્યામાં, સંતપુરુષ હોય છે. અને સજજનોની તો સંખ્યા જ નથી. આ વાત શું સાચી નથી ? આવા સંત મનુષ્યમાં અને સજજનામાં માણસાઈ આવી ન કહેવાય?
ઉત્તર : આ જૈનશાસન એટલે લોકોત્તર શાસન છે. સર્વજ્ઞ ભગવંતનું શાસન છે. પરલોકની મુખ્યતાએ રચાયેલું શાસન છે. તેમાં બતાવેલી માણસાઈનેજ, આંહી માણસાઈ તરીકે વિચારવાની પ્રસ્તુત છે. આવી માણસાઈ આવ્યા પછી પ્રાય : આત્મા બદલાતો નથી. પાછો પડતો નથી. પરંતુ, ઉત્તરોત્તર આગળ વધે છે. અને તેથી સ્વનાકલ્યાણ સાથે, બને તેટલું, જગતના પ્રાણીમાત્રનું કલ્યાણ જ કરનારો થાય છે.
પ્રશ્ન : અને જગતભરના બીજા સંતપુરુ કે સજજનેમાં, આવેલી માણસાઈ, સ્વપરનું કલ્યાણ કરનારી નથી?
ઉત્તર : આ જગતમાં મોટાભાગના મનુષ્યો, ચાલુ જન્મને જ સમજનારા અને માનનારા હોય છે. તેથી તેમના દેવે પણ ઈશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, બુદ્ધ, ઈશુ, ખુદા, દેવી શકિત વગેરે પરંપરાગત માની રાખેલા અને કયારે પણ વિચારોની કસેટી ઉપર નહિ ચડાવેલા હોવાથી, ઉપર્યુકત ઈષ્ટદેવનાં ભજન, કીર્તન, ધ્યાન, જાપ કરનારાઓને આચરણથી, ગમે તેવા હોય તો પણ, સંત ગણાયા છે. પછી તેઓ વખતે માંસ, મચ્છી, ઈડાં જેવા, અખાધ પદાર્થો ખાતા હોય તે પણ, પોતાના ધર્મમાં સંતપુરુ ગણાયા છે.
પ્રશ્ન : અજેને પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યને માને છે. પછી તેમને સંતો માનવામાં વાંધો શું?
ઉત્તર : અજૈનમાં આર્યઅનાર્ય બે પ્રકાર છે. તેમાં પહેલો પ્રકાર હિન્દુસ્થાનની બહાર નથી. અને બીજા પ્રકારના મનુષ્ય અહિંસાને સમજતા જ નથી. તેમનું સુત્ર જ છે કે “માનવ સેવા તેજ પ્રભુ સેવા છે.” આટલું માત્ર સૂત્ર પણ ધર્મ માટે તો નથી જ, પરંતુ પોતાનો પક્ષ વધારવા માટે છે. માનવસેવાની વાત કહેનારા કે લખનારા પણ, પોતાના વિરોધ પક્ષને નાશ કરતાં, જરા પણ અચકાયા નથી, અચકાતા નથી.
પોતાના દેશ કે પક્ષનું રક્ષણ કરવા, બીજાઓનું સત્યાનાશ થઈ જાય કે, કરી નાંખવામાં, તેઓને વાંધો નથી, હતો નહીં. અને આ વાતની છેલ્લા હજાર બાર વર્ષને ઈતિહાસ સાક્ષી પૂરે છે. ધર્મષના કારણે હજારો નગરો અને ગામે ઉજજડ વેરાન થયાં છે. મંદિરો અને મૂર્તિઓના ટુકડા થયા છે. ધર્મનાં પુસ્તકો અગ્નિમાં હોમાયાં છે. અને અબજોની મિલકતો પરદેશમાં પહોંચી ગઈ છે. સાથે લાખે આર્યોને અનાર્ય બનાવ્યા છે.