Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai Author(s): Charanvijay Publisher: Chimanlal Nathalal Gandhi View full book textPage 8
________________ આ સંપૂર્ણ ગ્રન્થ જિનેશ્વરદેવની આજ્ઞા સમજવા માટે, અને યોગ્યતા પ્રકટ થાય છે, સાચી માણસાઈ લાવવા માટે લખ્યો હોવાથી, પ્રાસંગિક બીજી પણ, કેટલીક વાતો લેવી પડી છે. અને તે તે વિષયો સમજવા માટે, તે તે વિષયોનાં ઉદાહરણો અને પ્રતિ ઉદાહરણો લખવાં આવશ્યક હોવાથી લખાયાં છે. તેથી આજ્ઞા વિરુદ્ધ વર્ણન પણ વિરુદ્ધ તરીકે લખવાં અનિવાર્ય બને, તે તો તે તે આજ્ઞાનું સ્વરૂપ સમજાવનારી ગાથાઓ જ સૂચવી જાય છે. તેથી પ્રસંગોને સમજવા માટે ખંડનાત્મક વાતો લખાયેલી વાંચનારે, પોતાને લાગુ પડતાં વર્ણને પોતાની, વિરુદ્ધના નહીં વિચારતાં, સત્યનું શોધન કરવામાં આવશે તો, પોતાની કલ્પનાના દોષો પણ ગુણરૂપે જ પરિણાવવા ભાગ્યશાળી થવાશે. સત્યના શોધક ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોએ. સત્યને સમજવા ધ્યાન આપ્યું માટે જ ત્રણ જગતના પૂજ્ય સ્થાનને પામી શકયા હતા. ગ્રન્થને દેદિપ્યમાન બનાવવા માટે કાગળો મળે તેટલા સારા લીધા છે. અને છાપકામ પણ સારું, સુઘડ, સ્વચ્છ, બનાવવા શકય બધી મહેનત અને બુદ્ધિનો ખર્ચ કરવા છતાં, પુસ્તકોનું છાપકામ, ઉઠાવ, સ્વચ્છતા, સુન્દરતા, વાચકોને ગમી જાય તેવું થયું નથી. તેને માટે વાચકો વાંચી સુધારી અમારી ઓછી આવડગત માટે દરગુજર કરે એ જ અભ્યર્થના સજજને પાસે આટલી યાચના વધારે પડતું ન કહેવાય. અમારા આ ગ્રન્થ પ્રકાશન કાર્યમાં અને સંયમમાર્ગની શકય આરાધનામાં, ઈચ્છાનુરુપ આયામ સહાય આપનાર, અમારા મુનિશ્રી વિનોદવિજયજી તથા મુનિશ્રી નવિજયજી પણ, આ સંપાદન કાર્યમાં ઘણો યાદગાર ફળી છે. તેમણે પ્રેસ કોપી અને પ્રફો તપાસવામાં અને શુદ્ધિપત્રક જેવાં બધાં કાર્યોમાં ખૂબ ધ્યાન આપ્યું છે. આ બે મુનિરાજની સર્વકાલીન સેવાથીજ અમે આવા વિષમકાર્યમાં સફળ બની શકયા છીએ. તથા મુંબાઈમાં વસેલા સુશ્રાવકો શાહ જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા તથા શાહ સુરચંદ હીરાચંદ અવઢએકાસણાવાળા અને અમારા પ્રકાશન કાર્યની સંપૂર્ણ જવાબદારી ઉપાડનારા ચિમનલાલ નાથાલાલ ગાંધી અને છોટાલાલ લલુભાઈ આંખડ આ બધા મહાશયોએ મુંબાઈ અને મુંબઈની બહાર પણ અમને બધી અનુકૂળ સગવડો આપી છે. તે પણ આ પ્રકાશન કાર્યમાં મોટામાં મોટી અનુકૂળતાઓનું એક અંગ બની જાય છે. આ પુસ્તક પ્રકાશન અંગે મને પિતાને, મોટામાં મોટી સહાય, શ્રી વીતરાગ દેવના શાસનની મળી છે, કે જેના યોગે મારા જેવો એક પામર આત્મા, આવું વીતરાગ વાણીનું પીણું પામી શકયો છે. વાંચવા, સાંભળવા, વિચારવાની સગવડ મળી છે. જ્યારે હું મારો પચાસ બાવન વર્ષ પહેલાંનો ઈતિહાસઅનુભવ વિચારું છું. ત્યારે મને ઘણી નવાઈ આશ્ચર્યકારી ઘટના સમજાય છે. એક લેગસ્સ જેટલું પણ નહીં પામેલો હું, આજે આપ મહાનુભાવો સાથે શ્રીવીતરાગ વચનોની આપ લે, કરી શકું છું. કારણ કે પચાસ વર્ષ પહેલાં મને કલ્પના પણ કયાંથી હોય કે હું વીતરાગવાણીનો સ્વાદ ચાખી શકીશ. માટે જ આવા ત્રણે કાળના સર્વજીના ઉપકારી, શ્રીવીતરાગ શાસનને વારંવાર ઉપકાર યાદ લાવી, ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. અને સર્વકાલીન શ્રી જૈનશાસનના પ્રમુખસ્થાને બીરાજેલા, અત્યાર સુધીમાં ભાવતીર્થંકરનું સ્થાન શોભાવી મેક્ષમાં પધારી ગયેલા અને પધારવાના છે. તથા જેઓ તીર્થકર નામ મહાપુણ્ય નિકાચિત થવાથી અવાન્તર ભવમાં ભાવ તીર્થકર થવા નક્કી થયા છે. આવા અનંતાનંત સર્વ જિનેશ્વરદેવોને, અને તે ઉપકારીઓનું અવલંબન પામી, મોક્ષમાં પધારેલા સર્વસિદ્ધ ભગવંતને, તથા શ્રી વીતરાગશાસનની ધૂરાને વહન કરનારા સૂરિપ્રભાવકોને, વાચક પંગને, અને ભાવ સાધુ મહારાજોને, ચાર પ્રકાર શ્રીસંઘોને, તથા શ્રીવીતરાગોની રત્નત્રયીને, વારંવાર નમસ્કારPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 670