Book Title: Jineshwar Devni Aagna Yane Sachi Mansai
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 7
________________ સંપાદકીય નિવેદન ઘણા વર્ષો પહેલાં, આ મનહ જિpણમાણે, મહાગ્રન્થની, પાંચ ગાથાઓમાં સૂચવેલાં છત્રીશ દ્વારોનું વિવેચન લખવા ભાવના થયેલી, પરંતુ ઘણી વખત તો મારી પોતાની શકિતનું માપ, મને આવા મોટા કાર્યનું સાહસ ખેડવા, અટકાવ્યા કરતું હતું. વળી ઘણા વખતથી લગભગ કાયમી બની ગયેલું મારા શરીરનું અસ્વાથ્ય પણ આવા મોટા કાર્યમાં વિદનભૂત રહ્યા કરતું હોવાથી, સમયની વિશાળતા ખવાઈ ગયા પછી, એટલે જિંદગીને મોટો ભાગ ખેઈ નાખ્યા પછી કાર્ય શરૂ થયું છે. તેથી મારી ભાવના અનુસાર, આ ગ્રન્થની મેં પોતે મારા મન સાથે કરેલી કલ્પના સંપૂર્ણ થશે કે કેમ? એ કઠીણ નહીં તો, શાસયિક તો લાગે છે. મારી ઈચ્છા તો એવી હતી અને છે, કે આ ગ્રન્થને હું આવા ત્રણ ભાગોમાં લખીને છપાવીશ. પરંતુ આ ગ્રન્થ લખવા છપાવવામાં મને ત્રણ વર્ષ લાગ્યાં છે. શરીરનું સ્વાથ્ય વિશ્વાસપાત્ર નથી. વળી “સંસ્કૃત સુભાષિત સૂકત સંગ્રહ” તથા “ગુજરાતી સુભાષિત સૂકત સંગ્રહ અને પ્રશ્નોત્તર વિચાર” આ ત્રણ પુસ્તકો લગભગ તૈયાર જેવાં, ફકત જ્યાં ત્યાંથી એકઠાં કરવા પૂરતાં પહેલાં તૈયાર કરવાં જરૂરી હોવાથી, આ ત્રણને યથાયોગ્ય વહેલાં તૈયાર કરીને, આ બે ભાગે પણ તૈયાર કરવા ભાવના ભાવું છું. આયુષ અને સ્વાથ્યની સહાય રહે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના ! આ ગ્રન્થનું “જિનેશ્વરવની આજ્ઞા યાને સાચી માણસાઈ” નામ રાખેલું છે. આવી નામની સાર્થકતા વાચકવર્ગને પ્રસ્તાવના વાંચવાથી બરાબર સમજાઈ જશે. માટે મહાનુભાવ મહાશયોએ જરૂર પ્રસ્તાવના પહેલી વાંચવી. સાથે વિષયદર્શન પણ આપ્યું છે. જેને જોવાથી કોઈપણ વિષયને વચમાંથી જેવો હશે તો જોઈ શકાશે. જિનેશ્વરદેવની આજ્ઞા એ આ ગ્રન્થનું પહેલું દ્વાર છે. અને જિનેશ્વરદેવની આજ્ઞા સમજાય તેજ આત્મામાં સાચી માણસાઈની શોધ અને પ્રાપ્તિ સુલભ બને છે. આવા અર્થને લક્ષમાં રાખીને સાચી માણસાઈ શબ્દ જોડે પડયો છે. આ વાત પણ પ્રસ્તાવના વાંચવાથી બરાબર સમજાઈ જશે. તથા શ્રી વીતરાગદેવની આજ્ઞાને સમજવા માટે આજ્ઞાના પ્રકારો પણ બતાવ્યા છે. વળી આજ્ઞાના પ્રકારો સહેલાઈથી સમજી શકાય માટે, પિતાની, માતાની, ભાઈની, જ્ઞાતિની, રાજાની, આવી અનેક પ્રકારની આજ્ઞાઓના વર્ણન લખ્યાં છે. અને આવી લૌકિક આજ્ઞાઓ પણ પરિણામે લોકોત્તર સ્વરૂપને અનુકુળ બનેલી. સાચી અને બાળજીવ ભાગ્ય કથાઓ, શ્લોકો, ગાથાઓ, કવિતાઓ અને દુહા, થાઈઓ ગોઠવીને રસપ્રદ બનાવાઈ છે. આ ગ્રન્થમાં લખાયેલી કથાઓને મોટો ભાગ. પૂર્વાચાર્યોના ગ્રન્થોમાંથી લેવાયો છે. અને કેટલીક ઐતિહાસિક કથાઓ વાંચેલી અને કવચિત સાંભળેલી લખી છે. બેચાર ઉપનયવાળી કથાઓ, ઉપમિત લખાઈ છે. તે તે કથાઓના પાત્રો પોતે જ જણાવી શકે છે. એક સાંભળેલી કથામાં મુખ્ય દંપતીનું યથાયોગ્ય નવું નામ આપવું પડયું છે. ગુજરાતી કવિતાના અન્ય કર્તાઓની ઓળખાણ આપી છે કયાંક ત્રીજો પુરુષ વાપરીને, અન્યનું કર્તુત્વ જણાવ્યું છે. આ સિવાયની ગુજરાતી ચોપાઈઓ અને દુહાઓ લેખકે પિતાનાં આપ્યાં છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 670