Book Title: Jindutta Kathanakam
Author(s): Omkarshreeji
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકનું નિવેદન અમારી સંસ્થાનાં પ્રકાશન પછી સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનેક પ્રાચીન ગ્રંથ આજદિન સુધીમાં સુસંપાદિત થઈને પ્રકાશિત થયેલા છે. આમાં વસુદેવહિંડી, હકલ્પસૂત્ર (નિયુક્તિ-ભાગ્ય-ટીકા સહિત) જેવા જે અતિમહત્તવના ગ્રંથો અમારી સંસ્થાએ પ્રકાશિત કર્યા છે તેમાં દિવંગત પૂજ્યપાદ મુનિભગવંત શ્રી ચતુરવિજ્યજી મહારાજ સાહેબ તથા તેમના સુપ્રસિદ્ધ વિઠય શિષ્ય દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રત–શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને જેટલો ઉપકાર માનીએ તે ઓછો છે. પ્રસ્તુત જિનદત્તકથાનક, સંસ્કૃતભાષાના અભ્યાસીઓ માટે ઉપયોગી એ કથાગ્રંથ છે. આને વિશેષ પરિચય પ્રસ્તાવનામાં જણાવેલ છે. આ ગ્રંથનું સંપાદન પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબની પ્રેરણાથી પરમપૂજ્ય સાધ્વીજી શ્રી ઓકારશ્રીજી મહારાજે કર્યું છે, એ જણાવતાં અમે સવિશેષ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમારી વિનંતિને ધ્યાનમાં લઈને પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી એકારશ્રીજીએ આ ગ્રંથનું સંપાદન-સંશોધન કરીને અમારી સભા પ્રત્યે જે મમતા દર્શાવી છે તે બદલ અમે તેમને અંત: ઉપકાર માનીએ છીએ. પ્રસ્તુત કથાનકનો ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત સાર તથા અન્ય માહિતી આપતી પ્રરતાવના, ૫૦ શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકે લખી આપેલ છે. તથા પ્રસ્તુત પ્રકાશનના મુદ્રણને લગતી કાગળ ખરીદીથી માંડી સમગ્ર વ્યવસ્થા, સુપ્રસિદ્ધ લેખક શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈએ કરી છે. આ બદલ અમે આ બન્ને ભાઈઓને ધન્યવાદ આપીએ છીએ. પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ઓકારશ્રીજી મહારાજની પ્રેરણાથી કપડવંજ, સુરત, વડોદરા, પાલેજ, નાગપર, મદ્રાસ વગેરે શહેરના શ્રી સંઘ તરફથી તથા અન્ય જ્ઞાનપ્રેમી ભાઈ-બહેને તરફથી જે આર્થિક સહાય મળી છે તે બદલ અમે તે સૌનો અનુમોદનાપૂર્વક હાર્દિક આભાર માનીએ છીએ. આ મદદના કારણે પડતર કરતાં પણ પુસ્તકનું મૂલ્ય ઓછું કરી શકાયું છે. હાલમાં છપાઈ, કાગળ, બાઇન્ડિંગ વગેરે મુદ્રણ અંગેની પ્રત્યેક બાબતોમાં અસાધારણ ભાવ વધારો થયો છે, છતાં શાસનદેવની કૃપાથી અમે, પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી ભ રાજસાહેબની ઇરછાનુસાર આ ગ્રંથને પ્રકાશિત કરી શક્યા છીએ તે માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. તા. ૨૦–૭-૧૯૭૮ ગુલાબચંદ લલુભાઈ શાહ પ્રમુખ શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 132