Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J InstitutePage 13
________________ જૈન દર્શનમાં નય સંપ્રદાયમાં દેવસેન નામના ત્રણ આચાર્યોનાં નામ મળે છે. તેમાંથી બે દેવસેન કાષ્ઠાસંઘમાં માથુરગચ્છમાં થયા છે. પ્રથમ દેવસેના પ્રથમ અમિતગતિના ગુરુ હતા. ૩. કાઠાસંઘમાં જ થયેલા બીજા દેવસેન ઉદ્ધરસેનના શિષ્ય હતા. તેઓ વિક્રમની ૧૩મી–૧૪મી શતાબ્દીમાં થયા છે. ૪. ત્રીજા દેવસેન લાડવાગડગચ્છમાં થયા છે. તે કુલભૂષણના ગુરુ હતા. ૫. નાથુરામ પ્રેમી “વસેન 1 નચક્ર” નામક લેખમાં, જે નૈન સાહિત્ય ૌર તિહાસ ગ્રંથની બીજી આવૃત્તિમાં છપાયો છે તેમાં એક અન્ય દેવસેનનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં નાથુરામ પ્રેમી તો ભાવસંગ્રહના કર્તા તરીકે પ્રથમ દેવસેનને જ સ્વીકારે છે. પરંતુ પ, પરમાનંદ શાસ્ત્રીના અનેકાન્ત(વર્ષ-૭, અંક–૧૧-૧ર)માં છપાયેલ લેખનો હવાલો આપતાં તેઓ જણાવે છે કે તેમણે (પ, પરમાનંદ શાસ્ત્રીએ) અપભ્રંશ ભાષા નિબદ્ધ “સુનોયUા વ૩િ'- (સુતોના ચરિત્ર)ના કર્તા અને ભાવસંગ્રહના કર્તાને એક જ જણાવ્યા છે. પ્રસ્તુત દેવસેન વિમલસેન ગણિના શિષ્ય હતા. અને તેઓ ૧૩મી સદીમાં થઈ ગયા. તેમજ પં, નાથુરામ પ્રેમીએ સોમદેવના નીતિવાક્યામત લેખમાં અમિતગતિની ગુરુપરંપરાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે વીરસેન–તેના શિષ્ય દેવસેન–દેવસેનના શિષ્ય અમિતગતિ (પ્રથમ) તેના શિષ્ય નેમિષણ, નેમિષણના શિષ્ય માધવસેન અને તેના શિષ્ય અમિતગતિ. દિગમ્બર આસ્નાયમાં થયેલા, અનેક ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરનાર વિદ્વાન્ પિતા, પુત્ર, પં, મિલાપચંદ કટારિયાએ અને શ્રી રતનલાલ કટારિયા તેમના અત્યંત વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ જૈન નિબન્ધ રત્નાવલીમાં વેવસેન Rા માવસંપ્રદ એ નામનો એક ખૂબ જ વિસ્તૃત લેખ લખ્યો છે. તે લેખના અંતે લખે છે કે : भावसंग्रह प्राकृत ग्रंथ १०वीं शताब्दी में होने वाले देवसेन द्वारा निर्मित नहीं प्रतीत होता है । किन्तु अन्य ही देवसेन के द्वारा १४वीं शताब्दी के નામ જ વેના ગંતા હૈ ! આમ તેઓ પણ એકાધિક દેવસેનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108