Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J InstitutePage 56
________________ જૈન દર્શનમાં નય ૪૫ અર્થાત્ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ એ નયો છે. પરંતુ ઉમાસ્વાતિએ પોતાની બુદ્ધિથી આ વિભાજન કલ્પેલ નથી. આનો મૂળ આધા૨ આવશ્યકનિર્યુક્તિ છે. હજુ પણ આ ભેદોનો વધુ સંક્ષેપ કરી શકાય. ઉક્ત પાંચ ભેદોમાં નૈગમને સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ કરવામાં આવે તો ચાર નયો—સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ વર્ણવી શકાય. તત્ત્વાર્થસૂત્રકારે શબ્દના ત્રણ ભેદ સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત કરેલા છે. એટલે આ પ્રકારના વર્ગીકરણ પ્રમાણે સાત નયો ગણાવી શકાય આગમકાળમાં નવિભાજન : પ્રાચીન અર્ધમાગધી આગમ સાહિત્યમાં સર્વપ્રથમ નયોની ચર્ચા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અપરનામ ભગવતીસૂત્ર(ઈસ્વી. ૨જી-૩જી સદી)માં જોવા મળે છે. તેમાં સામાન્યતઃ દ્રવ્યાર્થિક અને પર્યાયર્થિક તેમજ નિશ્ચય અને વ્યવહા૨ નયોની ચર્ચા થઈ છે.૧૩ દ્રવ્યાર્થિક નયનો દૃષ્ટિકોણ એ છે જે સત્તાના શાશ્વત પક્ષને બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્યને જ પોતાનો વિષય બનાવે છે. જ્યારે પર્યાયાર્થિક નય સત્તા કે દ્રવ્યના પરિવર્તનશીલ પક્ષને, જે પરંપરાગત શૈલીમાં પર્યાય તરીકે ઓળખાય છે, તેને પોતાનો વિષય બનાવે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં તેના માટે અવ્યુચ્છિત્તિ-નય અને વ્યચ્છિત્તિ-નય શબ્દ પ્રયોગ જોવા મળે છે. જે દ્રવ્યાર્થિક નય છે તેને અવ્યચ્છિત્તિ-નય કહેલ છે.૧૪ અવ્યુચ્છિત્તિ-નયનો વિષય સત્તાનો સામાન્ય અને શાશ્વત પક્ષ હોય છે. સત્તાના પર્યાયાર્થિક પક્ષને કે પરિવર્તનશીલ પક્ષને વ્યચ્છિત્તિ-નય કહેવાય છે, તેમજ એક જ વસ્તુની વ્યાખ્યા આ બે દૃષ્ટિકોણોના આધાર પર બે પ્રકારે કરવામાં આવી છે. જેમ કે, દ્રવ્યાર્થિક દૃષ્ટિ કે અવ્યુચ્છિત્ત-નયની અપેક્ષાથી વસ્તુને શાશ્વત મનાય છે. જ્યારે પર્યાયાર્થિક દૃષ્ટિ કે વ્યચ્છિત્તિનયની અપેક્ષાથી વસ્તુ અશાશ્વત કે અનિત્ય મનાય છે. આ જ બે દૃષ્ટિકોણોના આધાર પર આગળ જતાં સામાન્ય-દૃષ્ટિકોણ અને વિશેષદૃષ્ટિકોણની ચર્ચા કરવામાં આવી છે. સન્મુતિપ્રકરણમાં અભેદગામી દૃષ્ટિકોણને સામાન્ય અને ભેદગામી દૃષ્ટિકોણને વિશેષ કહેવામાં આવે છે.૧૫ વસ્તુનો સામાન્ય પક્ષ સામાન્યતઃ નિત્ય હોય છે અને વિશેષ પક્ષ અનિત્ય હોય છે. માટે જ દ્રવ્યાર્થિક દૃષ્ટિને સામાન્ય કે અભેદગામી દિષ્ટ પણ કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108