________________
જૈન દર્શનમાં નય
પ૯ ૨૭. અનિયતિનય : આત્મદ્રવ્યને અનિયત સ્વભાવવાળો માનનાર આ
નયનો સમાવેશ ઉત્પાદત્રય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય તથા અશુદ્ધ
સભૂત વ્યવહાર નયમાં સમાવેશ પામે છે. ૨૮. સ્વભાવનય : સંસ્કારોને નિરર્થક કરનારો પ્રસ્તુત નય સ્વચતુષ્ટય
ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહનય તેમજ શુદ્ધ નિશ્ચય નયમાં
સમાવેશ પામે છે. ૨૯. અસ્વભાવનય : સંસ્કારને સાર્થક કરવાવાળો આ નય અસત
વ્યવહારમાં સમાવેશ પામે છે. ૩૦. કાળનય : કોઈ પણની સિદ્ધિ નિયત સમયે જ સંભવે છે તેવું
માનનાર આ નય ઉત્પાદ–વ્યય—સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં તથા
શુદ્ધ સદભૂત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૩૧. અકાલનય : કાલને આધાર કર્યા વગર જ અકાલે સિદ્ધિ માનનાર આ
નયનો સમાવેશ અસભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩ર. પુરુષકારનય : આત્માની સિદ્ધિ પ્રયત્ન | પુરુષાર્થને આધીન છે તેવું
માનનાર આ નયનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા વ્યવહાર નયમાં અને અસભૂત વ્યવહાર નયમાં થાય છે. દૈવનય : આત્મદ્રવ્યની સિદ્ધિ દૈવ | નિયતિને આધીન છે. આવું માનનાર આ નયનો સમાવેશ અધ્યાત્મપદ્ધતિથી અનુપચરિત
અસદ્દભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩૪. ઈશ્વરનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય પરતંત્રતા ભોગવે છે. આ
નયનો સમાવેશ અસભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩૫. અનીશ્વરનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય સ્વતંત્રતા ભોગવે છે.
આ નયનો સમાવેશ સ્વચતુષ્ટય ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહ
અને નિશ્ચયનય સામાન્યમાં થાય છે. ૩૬. ગુણીનય : આ નયની અપેક્ષા આત્મદ્રવ્ય ગુણગ્રાહક છે. આ નયનો
૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org